World Cup 2023 : સર જાડેજા પર કરેલું એમ.એસ ધોનીનું 10 વર્ષ જૂનું ટ્વિટ શા માટે થયું વાયરલ ? જાણો શું લખ્યું હતું

ભારતે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સર જાડેજા પર કરેલું એમ.એસ ધોનીનું 10 વર્ષ જૂનું ટ્વિટ શા માટે થયું વાયરલ ? જાણો શું લખ્યું હતું 1 - image
Image:IANS

World Cup 2023 IND vs NZ : ભારતે ODI World Cup 2023ની સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. ગઈકાલે રમાયેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરતા 397 રન બનાવી દીધા હતા. ન્યુઝીલેન્ડને સેમિફાઈનલમાં બાદ સોશ્યલ મીડિયા પર વર્ષ 2013માં ભારતીય ટીમ(MS Dhoni Tweet On Ravindra Jadeja)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કરેલ ટ્વિટ ખુબ વાયરલ થઇ રહી છે. ન્યુઝીલેન્ડ સામે જીત મેળવ્યા બાદ ક્રિકેટ ફેન્સ આને ખુબ રી-ટ્વિટ કરી રહ્યા છે.

જાડેજાએ 3 કેચ પકડ્યા

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી ડેરલ મિચેલ અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ઇનિંગ સંભાળી અને ટીમને જીતની આશા અપાવી હતી. બંને વચ્ચે 181 રનની ભાગીદારી થઇ હતી. તે પછી વિલિયમ્સન શમીના હાથે આઉટ થયો અને તરત જ ટોમ લાથમ પણ શૂન્યના સ્કોર પર શમીનો શિકાર બન્યો હતો. પરંતુ ફરી એકવાર ટીમને મિચેલ સાથે મળીને ગ્લેન ફિલિપ્સે સંભાળી અને ભારત માટે સમસ્યા ઉભી કરી હતી. પરંતુ 43મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ લોંગ ઓફ પર ફિલિપ્સનો કેચ પકડ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ તે પછી બીજા 2 કેચ પકડ્યા હતા. જાડેજાએ જ ડેરલ મિચેલને શમીની 46મી ઓવરમાં કેચ આઉટ કર્યો હતો. 

ધોનીનું ટ્વિટ થયું વાયરલ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેના ટ્વિટમાં લખ્યું હતું કે, 'સર જાડેજા કેચ પકડવા માટે નથી ભાગતો પરંતુ બોલ તેને શોધીને તેના હાથમાં આવીને પડી જાય છે.' રવિન્દ્ર જાડેજાએ ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે ત્રણ કેચ પકડ્યા હતા. જે બાદ ધોનીનું 10 વર્ષ જુનું ટ્વિટ વાયરલ થવા લાગ્યું હતું.

World Cup 2023 : સર જાડેજા પર કરેલું એમ.એસ ધોનીનું 10 વર્ષ જૂનું ટ્વિટ શા માટે થયું વાયરલ ? જાણો શું લખ્યું હતું 2 - image


Google NewsGoogle News