MotoGP 2023 : દેશમાં પ્રથમ વખત બાઈક રેસનું આયોજન, બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં યોજાશે ચેમ્પિયનશિપ

બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં આ પહેલા ફોર્મૂલા વન રેસનું આયોજન થઇ ચુક્યું છે

MotoGP રેસમાં 19 દેશના રેસર ભાગ લેવાના છે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
MotoGP 2023 : દેશમાં પ્રથમ વખત બાઈક રેસનું આયોજન, બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં યોજાશે ચેમ્પિયનશિપ 1 - image
Image:Twitter

ભારતમાં પહેલીવાર MotoGP રેસનું આયોજન થવા જઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં આવેલા બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં આ રેસિંગ ચેમ્પિયનશિપનું આયોજન 22થી 24 સેપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ રેસમાં ભાગ લેવા માટે દુનિયાના ઘણાં દિગ્ગજ રેસર ભારત પહોંચી ચુક્યા છે. આ પહેલા અહિયાં ફોર્મૂલા વન રેસનું આયોજન થઇ ચુક્યું છે.

રેસમાં 19 દેશના રેસર ભાગ લેશે

ઇન્ડિયા ગ્રાંડ પ્રિક્સનું આયોજન ત્રણ દિવસ સુધી કરવામાં આવશે. વાત કરીએ બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટની તો આ 5.14 કિમી લાંબુ છે અને આની ગણતરી વિશ્વના પ્રખ્યાત રેસિંગ ટ્રેક્સમાં થાય છે. આ રેસમાં 19 દેશના રેસર ભાગ લેવાના છે. ભારત તેનું આયોજન કરનાર 31મો દેશ બનશે.

રાઈડર્સની યાદીમાં ભારતીયનું નામ પણ સામેલ

ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોના રાઇડર્સ ભારતમાં યોજાનાર MotoGP ઇન્ડિયા ગ્રાન્ડ પ્રિકસમાં તેમનું કૌશલ્ય પ્રદર્શિત કરશે. જો કે રાઇડર્સની યાદીમાં એક ભારતીયનું નામ પણ સામેલ છે. ચેન્નઈના રાઈડર કદાઈ યાસીન અહેમદને Moto3 ક્લાસમાં પેટ્રોનાસ MIE રેસિંગ ટીમ માટે ડ્રાઈવ કરવા માટે સરપ્રાઈઝ વાઈલ્ડકાર્ડ આપવામાં આવ્યું હતું.


Google NewsGoogle News