2024માં ટીમ ઈન્ડિયા માટે T20માં સૌથી વધુ રન આ બેટરે બનાવ્યાં, સૂર્યકુમાર રહી ગયો પાછળ
Most T20 Runs For India: ક્રિકેટ માટે 2024મું વર્ષ અનેક રોચક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીતીને આઈસીસી ટ્રોફી પોતાના નામ કરી હતી. જો કે, ત્યારબાદ તરત જ ચાહકોએ આ ફોર્મેટમાંથી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની વિદાય પણ જોઈ. આવો જાણીએ આ T20માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિશે...
તિલક વર્માએ પણ ટોપ-5 બેટર
તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે વર્ષની છેલ્લી T20 સિરિઝમાં માત્ર 5 મેચમાં બેક ટુ બેક સદી ફટકારીને આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તિલકે આ વર્ષે 102ની એવરેજથી 306 રન બનાવ્યા છે.
ચોથા નંબર પર હાર્દિક પંડ્યા
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 352 રન સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે.
રોહિત શર્મા ત્રીજા સ્થાને
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ બાદ T20માંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ ટોપ-5 બેટરમાં ત્રીજા સ્થાને છે. વર્ષ 2024માં પૂર્વ ભારતીય કેપ્ટને 42ની એવરેજથી 378 રન બનાવ્યા છે.
સૂર્યકુમાર યાદવ બીજા ક્રમે
આ યાદીમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ 429 રન સાથે બીજા ક્રમે છે. સાઉથ આફ્રિકા સામેની છેલ્લી સિરીઝમાં તેણે કોઈ ખાસ પ્રદર્શન કર્યુ ન હતું. વર્ષના અંતે તે બીજા સ્થાને રહ્યો હતો.
સંજુ સેમસન ટોપ બેટર
સંજુ સેમસને વર્ષની છેલ્લી 5 મેચમાંથી ત્રણ મેચમાં સદી ફટકારીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સેમસને 2024માં પોતાના બેટથી 43.60ની એવરેજથી 436 રન બનાવ્યા હતા.