Get The App

ગેલ-રોહિત નહીં પણ આ ભારતીય બેટર દુનિયાનો સૌથી ખતરનાક ઓપનર : ટેસ્ટમાં સૌથી સફળ ફાસ્ટર બોલરની કબૂલાત

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ગેલ-રોહિત નહીં પણ આ ભારતીય બેટર દુનિયાનો સૌથી ખતરનાક ઓપનર : ટેસ્ટમાં સૌથી સફળ ફાસ્ટર બોલરની કબૂલાત 1 - image

James anderson called virender Sehwag most dangerous opener : ક્રિકેટ જગતનો સૌથી સફળ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન દુનિયાના સૌથી ખતરનાક ઓપનિંગ બેટર કોને માને છે તેનો જવાબ આપતા તેણે ક્રિસ ગેલ કે રોહિત શર્મા નહીં પણ વીરેન્દ્ર સહેવાગનું નામ લીધું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે, 'તમારા મતે રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગમાંથી કોણ શ્રેષ્ઠ છે?' તેણે કોઈ પણ ખચકાટ વિના વીરેન્દ્ર સેહવાગને પસંદ કર્યો હતો.

શું કહ્યું વીરેન્દ્ર સેહવાગે?

એન્ડરસને કહ્યું હતું કે, 'સેહવાગ એટલા માટે ખતરનાક છે કારણ કે તે એક ક્ષણમાં મેચને બદલી શકે છે. સેહવાગ પહેલા જ તમારા પર હુમલો કરતો હતો અને તમારી સામે છગ્ગો ફટકારીને શરૂઆત કરવાની ક્ષમતા ધરાવતો હતો. મારા માટે તેની સામે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ હતું. તે ચોક્કસપણે એક વિસ્ફોટક બેટર હતો.'

આ પણ વાંચો : ધોની જેવા લોકો ખૂબ ઓછા જોવા મળે...: યોગરાજ સિંહના સૂર બદલાયા, કર્યા ભરપેટ વખાણ

સેહવાગની ક્રિકેટ કારકિર્દી

અહીં તમને જણાવી દઈએ કે, સેહવાગને ક્રિકેટ જગતનો સૌથી શક્તિશાળી ક્રિકેટર માનવામાં આવે છે. સેહવાગે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 104 મેચ રમી હતી જેમાં તેણે 8586 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે 23 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. સેહવાગે ટેસ્ટમાં 82.23ના શાનદાર સ્ટ્રાઇક રેટથી રન બનાવીને બધાને ચોકાવી દીધા હતા.ગેલ-રોહિત નહીં પણ આ ભારતીય બેટર દુનિયાનો સૌથી ખતરનાક ઓપનર : ટેસ્ટમાં સૌથી સફળ ફાસ્ટર બોલરની કબૂલાત 2 - image


Google NewsGoogle News