Get The App

ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ ગુજ્જુ ખેલાડીના નામે, નામ જાણીને જ ચોંકશો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ ગુજ્જુ ખેલાડીના નામે, નામ જાણીને જ ચોંકશો 1 - image


Highest Run in Test Over : ટેસ્ટ મેચ એટલેકે ધીમી ગતિની રમત પરંતુ મક્કમ ગતિ અને ધીરજની પરખ. સૌથી શોર્ટ ફોર્મેટ T20ના આગમન પછી છેલ્લા એક દાયકાથી ટેસ્ટ ક્રિકેટનો મતલબ અને રમતની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. દરેક ક્રિકેટર લાંબા સમય સુધી ક્રિઝ પર ઉભા રહીને ટીમ માટે વિકેટ બચાવવા અને રન બનાવવા પર નજર રાખે છે પરંતુ આજકાલ આ ફોર્મેટમાં પણ તાબડતોબ રન વાગી રહ્યાં છે ત્યારે હવે સવાલ થાય કે ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ કેટલા રન વાગ્યા હશે અને કયા બેટ્સમેને આ રન ફટકાર્યા છે? તો આવો આજે આ અહેવાલમાં તમારા આ સવાલનો જ અમે જવાબ આપીશું કે ટેસ્ટ મેચની સૌથી મોંઘી ઓવર કઈ છે અને કોણે કોની સામે આ ફટકાબાજી કરી હતી. સૌથી રસપ્રદ વાત એ છે કે આ રેકોર્ડ અન્ય કોઈ બેટ્સમેન નહિ પરંતુ એક ગુજ્જુ ખેલાડીના નામે જ છે

ભારતીય બોલરના નામે અનોખો રેકોર્ડ :

ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોઈ વિસ્ફોટક બેટ્સમેનના નામે નથી પરંતુ ભારતીય ટીમના એક દિગ્ગજ બોલરના નામે છે. આ બોલર બીજું કોઈ નહીં પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ મેચમાં 10 કે 11મા નંબર પર બેટિંગ કરવા આવે છે.

ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ જસપ્રિત બુમરાહના નામે છે. તેણે 2022માં ઈંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટમાં એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. આ ઓવરમં એક નો અને એક વાઈડ બોલ પણ શામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર છે.

યુવરાજ બાદ બુમરાહે વારો કાઢ્યો :

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સ્ટુઅર્ટ બ્રોડને ટી-20 મેચમાં યુવરાજ સિંહે તાબડતોબ ધોયો હતો. યુવરાજ સિંહે એક જ ઓવરના 6 બોલમાં 6 સિક્સર ફટકારીને 36 રન બનાવી ઈતિહાસ સર્જી દીધો હતો. આ જ ઈંગ્લિશ બોલરની સામે જસપ્રીત બુમરાહે જુલાઈ 2022માં બર્મિંગહામ ટેસ્ટ મેચમાં 35 રન ફટકારીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

જસપ્રિત બુમરાહે બ્રોડના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજો બોલ વાઈડ હતો અને કીપરના હાથની ઉપરથી ગયો અને 4 રન પણ મળ્યા. આમ કુલ 5 રન મફતના આવ્યા. ત્યારપછીનો બોલ નો બોલ રહ્યો જેમાં બુમરાહે સિક્સર ફટકારી હતી. આમ આ મફતના બોલ પર કુલ 7 રન બન્યા.

આ પછી જસપ્રિત બુમરાહે બાકીના 3 બોલમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી તેણે એક સિક્સર અને સિંગલ રન લેતા કુલ 35 રન વાગ્યા હતા. બ્રોડે આ ઓવરમાં કુલ 35 રન ખર્ચ્યા જેમાંથી બુમરાહે 29 રન બનાવ્યા હતા.


Google NewsGoogle News