ખાનગી વાહનમાં જ આવવું પડશે! ભારત-પાકિસ્તાન મેચને લઈને મુંબઇ-અમદાવાદ વચ્ચે ટ્રેનનું વેઇટિંગ 170થી વધુ

ક્રિકેટ ફિવર : દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગાલુરુથી આવતી ટ્રેનમાં પણ લાંબું વેઇટિંગ

ચેન્નાઇ, બેંગાલુરુ, કોલકાતાની ટ્રેનમાં પણ વેઇટિંગ 100થી વધારે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
ખાનગી વાહનમાં જ આવવું પડશે! ભારત-પાકિસ્તાન મેચને લઈને મુંબઇ-અમદાવાદ વચ્ચે ટ્રેનનું વેઇટિંગ 170થી વધુ 1 - image

તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર 

India-Pakistan World Cup Match: આગામી 13-14 ઓક્ટોબરે ટ્રેન (Train) દ્વારા મુંબઇથી અમદાવાદ (Mumbai- Ahmedabad) આવવાનું આયોજન કરી રહ્યા હોવ તો લાંબા વેઇટિંગનો સામનો કરવો પડી શકે છે. વાત એમ છે કે, અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચને પગલે મુંબઇ-અમદાવાદ 'વંદે ભારત'નું વેઇટિંગ (Vande Bharat Waiting) 170 થઇ ગયું છે.

ક્રિકેટ ફિવર : દિલ્હી, ચેન્નાઇ, કોલકાતા, બેંગાલુરુથી આવતી ટ્રેનમાં પણ લાંબું વેઇટિંગ

સામાન્ય રીતે આ પ્રકારનું લાંબું વેઇટિંગ દિવાળી જેવા તહેવાર કે ઉનાળાના વેકેશનમાં જોવા મળતું હોય છે. પરંતુ ભારત-પાકિસ્તાન મેચના પગલે ઓફ્ સિઝન હોવા છતાં અમદાવાદ આવવાની અનેક ટ્રેનમાં લાંબું વેઇટિંગ છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો વર્લ્ડકપ મુકાબલો માણવા માટે આગામી દિવસોમાં દેશભરમાંથી ચાહકો ફ્લાઇટ-ટ્રેન-બસ દ્વારા અમદાવાદ આવવાનું શરૂ થઇ જશે.મુંબઇ-અમદાવાદ માટે 14 ઓક્ટોબર સવારની વંદે ભારત ટ્રેનનું વેઇટિંગ 170, શતાબ્દી ટ્રેનનું વેઇટિંગ 55 જેટલું છે.

15 ઓક્ટોબર બાદ પાંચ દિવસ સુધી વંદે ભારત ટ્રેનમાં કોઇ જ વેઇટિંગ નથી

ભારત-પાકિસ્તાન મેચના ક્રેઝનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે 15 ઓક્ટોબર બાદ પાંચ દિવસ સુધી વંદે ભારત ટ્રેનમાં કોઇ જ વેઇટિંગ નથી. મુંબઇથી અનેક લોકો બસ તેમજ ખાનગી વાહનો દ્વારા પણ આ મેચ જોવા માટે અમદાવાદ પહોંચે તેવી પણ સંભાવના છે. 

ચેન્નાઇ, બેંગાલુરુ, કોલકાતાની ટ્રેનમાં પણ વેઇટિંગ 100થી વધારે

આ જ રીતે 13 ઓક્ટોબરના દિલ્હી-અમદાવાદ રાજધાનીના એસી થ્રી-ટિયરમાં 70-એસી ફર્સ્ટ ક્લાસમાં 29, આશ્રમ એક્સપ્રેસ સ્લિપરમાં 54- એસી થ્રી ટિયરમાં 34-એસી ફર્સ્ટ ક્લાસમાં 16 જેટલું વેઇટિંગ છે. ચેન્નાઇ, બેંગાલુરુ, કોલકાતાની ટ્રેનમાં પણ વેઇટિંગ 100થી વધારે છે.

ખાનગી વાહનમાં જ આવવું પડશે! ભારત-પાકિસ્તાન મેચને લઈને મુંબઇ-અમદાવાદ વચ્ચે ટ્રેનનું વેઇટિંગ 170થી વધુ 2 - image


Google NewsGoogle News