મોહસિન નકવી બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ, ઝકા અશરફનું લેશે સ્થાન
ઝકા અશરફે બે દિવસ પહેલા જ PCBના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું
મોહસિન નકવીની નિમણૂક વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવી છે
Image: Social Media |
Mohsin Naqvi Appointed As New PCB Chairman : ઝકા અશરફના રાજીનામા બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નવા અધ્યક્ષ મળી ગયા છે. મોહસિન નકવીને PCBના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવી ઝકા અશરફનું સ્થાન લેશે. તે પહેલીવાર આ જવાબદારી સંભાળશે.
મોહસિન નકવીની નિમણૂક વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવી
પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ મોહસિન નકવીની નિમણૂક વડાપ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવી છે. મોહસિન નકવી પાકિસ્તાનના વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરના નજીકના હોવાનું પણ કહેવાય છે. અગાઉ ઝકા અશરફની પણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ પણ પૂર્વ પીએમના નજીકના હતા.
ઝકા અશરફે 2 દિવસ પહેલા આપ્યું હતું રાજીનામું
જણાવી દઈએ કે ઝકા અશરફે બે દિવસ પહેલા જ PCBના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું. ઝકા અશરફને 6 મહિલા પહેલા સત્તા પરિવર્તન બાદ નજમ સેઠીની જગ્યાએ PCB અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઝકા અશરફે લાહોરમાં PCB મેનેજમેન્ટ સમિતિની મિટિંગ બાદ અચાનક પોતાના રાજીનામાનું એલાન કર્યું હતું.