Get The App

'બેવકૂફ તુ નહીં મેં...' જ્યારે વાત ન માનતાં ધોનીના ભારે ગુસ્સાનો શિકાર થયો આ ખેલાડી

Updated: Sep 26th, 2024

GS TEAM


Google News
Google News
'બેવકૂફ તુ નહીં મેં...' જ્યારે વાત ન માનતાં ધોનીના ભારે ગુસ્સાનો શિકાર થયો આ ખેલાડી 1 - image

MS Dhoni Angry On Deepak Chahar : ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હંમેશા કેપ્ટન કૂલ તરીકેની છાપ રહી છે. પરંતુ ક્યારેક તે મેદાન પર ગુસ્સોમાં પણ જોવા મળ્યો હતો. આવી જ એક ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઝડપી બોલર મોહિત શર્માએ જણાવી છે. એક પોડકાસ્ટ દરમિયાન મોહિતે જણાવ્યું હતું કે, એક મેચ દરમિયાન ધોનીની સલાહ ન માનવા બદલ દીપક ચહરને સખત ઠપકો આપવામાં આવ્યો હતો. ત્યારે ધોનીએ તેને ત્યાં સુધી કહ્યું હતું કે, તું નહીં પણ હું મૂર્ખ છું. અહીં તમને જણાવી દઈએ કે આઈપીએલના CSK તરફથી રમતા ધોનીએ દીપક ચહરની પ્રતિભા પર ઘણો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર ઘટના આઈપીએલ દરમિયાનની છે. જેમાં એક મેચમાં દીપક ચહરને નકલ બોલ(Knuckle ball) નાખવામાં મુશ્કેલી પડી રહી હતી. તેના પહેલા બોલ પર બેટરે ચોગ્ગો ફટકાર્યો હતો. ધોનીએ તેને આ પકારની બોલ ન ફેકવાની સલાહ આપી હતી. પરંતુ 2-3 બોલ પછી ફરીથી દીપકે નકલ બોલ નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વખતે બોલ બેટરના માથા ઉપરથી ગયો. જેનાથી ગુસ્સે થઈને માહીએ દીપક પર ખૂબ ગુસ્સે થયો હતો.

મોહિત શર્માએ આ ઘટના વિશે કહ્યું હતું કે, ' 2019ની આઈપીએલમાં દીપક એક રમી રહ્યો હતો, આ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી હતી જ્યાં સખત ગરમી પડી રહી હતી, એ મેચની એક ઓવર દરમિયાન દીપકે નકલ બોલ ફેંક્યો હતો, જે મને લાગે છે કે ફુલ ટોસ હતો જેના પર બેટરે ચોગ્ગો કે છગ્ગો ફટકારયો હતો. ધોની ભાઈએ તેને કહ્યું કે, તું આ બોલને ફરીથી ન ફેંકતો. સામે દીપકે કહ્યું, ઓકે માહી ભાઈ, પરંતુ પછીના 2-3 બોલ ફેંક્યા બાદ ફરીથી તેણે  નકલ બોલ નાખ્યો જે આ વખતે બેટરના માથા ઉપરથી ગયો હતો.'

આ પણ વાંચોઃ ભારત સામે મહાન બેટરે ટેસ્ટમાં અધવચ્ચે જ કેમ નિવૃત્તિ જાહેર કરી? 16 વર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો

તેણે આગળ જણાવ્યું કહ્યું કે, 'ત્યારબાદ માહી ભાઈ દીપક પાસે ગયા અને તેના ખભા પર હાથ મૂક્યો અને તેની સાથે થોડી વાતચીત કરીને પછી જતા રહ્યા હતા. ત્યારે અમને ખબર ન હતી કે શું થયું, મેચ પૂરી થયા પછી જ્યારે અમે દીપકને પૂછ્યું કે શું થયું? ત્યારે તેણે કહ્યું હતો કે ' માહી ભાઈએ મને કહ્યું કે, મૂર્ખ તું નથી પરંતુ હું મૂર્ખ છું, જો કે ધોનીભાઈ દીપકને પણ ઘણો પ્રેમ કરે છે.'

Tags :