જ્યારે ગુસ્સામાં ધોની મેદાનમાં ઘૂસ્યો અને અમ્પાયર સાથે.... દિગ્ગજ બોલરે જણાવ્યો રસપ્રદ કિસ્સો
Caption Cool Mahendrasingh Dhoni: કેપ્ટન કૂલ તરીકે જાણીતા દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણી વખત ક્રિકેટના મેદાનમાં ગુસ્સો કર્યો હોય તેવા કિસ્સાઓ જાણવા મળ્યા છે. ધોનીના ગુસ્સાનો વધુ એક રસપ્રદ કિસ્સો ફાસ્ટર બોલર મોહિત શર્માએ જણાવ્યો છે. આઈપીએલ 2019 દરમિયાન નો બોલ વિવાદમાં કેવી રીતે ધોની ગુસ્સે થઈ ગયો હતો. તેનો કિસ્સો મોહિત શર્માએ પોડકાસ્ટમાં જણાવ્યો હતો.
આઈપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સના એક મુકાબલામાં એમ્પાયરે નો બોલ આપ્યા બાદ તુરંત પોતાનો નિર્ણય પરત લઈ લીધો હતો. જેમાં છેલ્લી ઓવરમાં સીએસકેએ જીત માટે આઠ રન બનાવવાના હતા. બેન સ્ટોક્સનો બોલ કમરની ઉપર હોવાથી એમ્પાયરે તેને નો બોલ આપ્યો હતો. પરતુ બીજાએ સ્ક્વેર લેગ એમ્પાયરે આ નિર્ણયને ખોટો ઠેરવ્યો હતો. જેથી ધોની ગુસ્સે થઈ ગયો હતો અને એમ્પાયર સાથે દલીલ કરવા મેદાન પર આવી ગયો હતો.
મોહિત શર્માએ 2 સ્લોગરના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, અમે લોકો ડગઆઉટમાં હતા, અમે બુમો પાડી રહ્યા હતા. ના જશો, ના જશો, પરંતુ તેણે પાછળ ફરીને જોયુ જ નહીં. તે ગુસ્સામાં હતો. કારણકે, તે ખોટા સમયે આઉટ થયો હતો. આઉટ થઈને હજી મેદાનની બહાર આવ્યો જ હતો કે, તુરંત જ આગામી બોલ નો બોલ હોવા છતાં એમ્પાયરે નો બોલ આપ્યો ન હતો. જેથી તે ખૂબ ગુસ્સે થયો હતો.
વધુમાં જણાવ્યું કે, જ્યારે તે પરત ફર્યો તો તેણે મારી પાસે લેપટોપ મગાવ્યું અને વીડિયો વિશ્લેષકને બતાવ્યું કે, આ નો-બોલ હતી. તેને મેદાનમાં જવાનો પણ પસ્તાવો હતો. આ મેચ ખૂબ રોમાંચક હતી. આ ઘટનાને પાંચ વર્ષ થયા છે, પરંતુ માહીની આ તસ્વીર આજે પણ તેના ચાહકોના ર્હદયમાં સ્થાપિત છે.