Get The App

હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ 1 - image

Mohammed Siraj on Travis Head : એડિલેડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે ટ્રેવિસ હેડ આઉટ થયો ત્યારે તેની મોહમ્મદ સિરાજ સાથે બબાલ થઇ હતી. અમ્પાયરે આ અંગે સિરાજ સાથે વાત પણ કરી હતી. બીજા દિવસની રમત પૂરી થયા પછી મીડિયા સાથે વાત કરતા હેડે કહ્યું હતું કે, 'સિરાજે મારી સાથે સૌથી પહેલા ગેરવર્તણૂક કરી હતી અને મને તે પસંદ ન આવ્યું. મેં તેને કહ્યું 'સારી બોલિંગ કરી' પરંતુ તેણે કંઈક બીજું વિચાર્યું અને મને બહાર જવાનો ઈશારો કર્યો હતો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં જે રીતે વસ્તુઓ ચાલી તેનાથી હું થોડો નિરાશ છું.'

સિરાજે શું જવાબ આપ્યો?

હવે આ અંગે સિરાજે હરભજન સિંહ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'તેણે મને સારી બોલિંગ અંગે કહ્યું ન હતું. એવું કંઈ થયું નથી. તેને આઉટ કર્યા બાદ જ્યારે મેં ઉજવણી કરી ત્યારે તેણે મને કંઈક કહ્યું જેનાથી મને ગુસ્સો આવ્યો અને તેણે બહાર જવા ઈશારો કર્યો હતો. મને તેની સામે બોલિંગ કરવાની મજા આવી રહી હતી. આ એક સારી લડાઈ હતી કારણ કે તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે કોઈ બેટર સારા બોલ પર છગ્ગો ફટકારે છે, ત્યારે મને ખરાબ લાગે છે. તેને આઉટ કર્યા પછી મેં ઉજવણી કરી હતી, અને પછી તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.'

પ્રેસ કોન્ફરન્સમાં ખોટું બોલ્યો હેડ - સિરાજ 

વધુમાં સિરાજે કહ્યું કે, 'તમે તેને ટીવી પર પણ જોઈ શકો છો, શરૂઆતમાં આ મારી ઉજવણી હતી, મેં તેને કંઈ કહ્યું ન હતું. પ્રેસ કોન્ફરન્સમાં તે ખોટું બોલી રહ્યો છે. તેણે ક્યારેય મને નથી કહ્યું કે, મેં સારી બોલિંગ કરી. હું હંમેશા બધાને સન્માન આપું છું કારણ કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત છે.

સિરાજ ખલનાયક બન્યોઃ સુનીલ ગાવસ્કર

સિરાજ અને ટ્રેવિસ હેડની આ બોલચાલ અંગે દિગ્ગજ પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, મને આખી ઘટનાની વાસ્તવિકતા ખબર નથી. પરંતુ જે પણ બન્યું તે અયોગ્ય છે. તે ખેલાડીએ 140 રન બનાવ્યા હતા, ચાર-પાંચ નહીં. તમારે તેને વિદાઈ આપવી જોઈએ હતી. ટ્રેવિસે જે  કંઈ પણ કહ્યું કે કર્યું સિરાજે તેને સન્માનજનક વિદાય આપવી જોઈએ હતી, આમ કરવાથી તે હીરો બની જતો. પરંતુ તે મેદાન બહાર જવાનો ઈશારો કરી ખલનાયક બન્યો છે.

આ પણ વાંચોઃ 'મને આ પ્રકારની રમત નથી ગમતી..' DSP સિરાજ સાથેની 'બબાલ' પર કાંગારુ બેટરે તોડ્યું મૌન

આઈસીસી સજા આપી શકે છે

ટેસ્ટ મેચ બાદ સિરાજને તેના વ્યવહાર બદલ આઈસીસી ફટકારની સાથે દંડ પણ લગાવી શકે છે. એડિલેડ ટેસ્ટ પૂરી થયા બાદ આઈસીસી આ મુદ્દે નિર્ણય લેશે. એડિલેડ ટેસ્ટ મેચમાં ટ્રેવિસ હેડએ પ્રથમ ઈનિંગમાં 140 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચમાં ભારતની કારમી હાર, અને ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય થયો હતો.

હળાહળ જુઠ્ઠું બોલે છે હેડ, મને ગાળ આપી હતી: મોહમ્મદ સિરાજે ચાલુ મેદાને બબાલ મુદ્દે આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News