એક વર્ષ બાદ કમબેક કરશે મોહમ્મદ શમી : બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા થયો ફિટ, ફેન્સ ખુશખુશાલ
Mohammed Shami Comeback : ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટીમનો ઝડપી બોલર મોહમ્મદ શમી હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. હવે તે મેદાનમાં પાછો ફરવા માટે તૈયાર છે. આવી કાલે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ અને બંગાળની ટીમો સામસામે ટકરાશે. મોહમ્મદ શમી આ મેચમાં પોતાની વાપસી કરશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા મોહમ્મદ શમીની ફિટનેસના આ સમાચાર ભારતીય ટીમ માટે રાહતના સમાચાર છે.
આ ટીમમાંથી રમશે મોહમ્મદ શમી
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ(CAB) એ કહ્યું કે, મોહમ્મદ શમીનું ટીમમાં સામેલ થવું એ સમગ્ર ટીમનું મનોબળને વધારશે, જે રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે સખત પ્રયાસ કરી રહી છે. શમી બંગાળ તરફથી રમતો જોવા મળશે. રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ બંગાળના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હોલકર ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્દોરમાં રમાશે. હવે મોહમ્મદ શમીની વાપસીએ બંગાળ અને મધ્યપ્રદેશની મેચને મજેદાર બનાવી દીધી છે. જો કે, એ જોવું રસપ્રદ રહેશે કે મોહમ્મદ શમી કેવું પ્રદર્શન કરે છે?
આ પણ વાંચો : પાકિસ્તાન જીદ નહીં છોડે તો આ દેશમાં થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ICCનો પ્લાન તૈયાર
આગામી સમયમાં ભારતીય ટીમમાં પુનરાગમન કરશે શમી!
વનડે વર્લ્ડકપ 2023 બાદ મોહમ્મદ શમીએ સર્જરી કરાવવી પડી હતી. આ પછી તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની સારવાર કરાવી રહ્યો હતો. હવે મેડિકલ ટીમે મોહમ્મદ શમીને મેચ રમવાની મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ શમી રણજી ટ્રોફીમાં પુનરાગમન કરવા અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે તેની તૈયારીઓને સુધારવા માંગશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.