ઈજાગ્રસ્ત હોવા છતાં વર્લ્ડકપ રમ્યો હતો મોહમ્મદ શમી, દ.આફ્રિકા સામેની સિરીઝ પહેલાં મોટો ખુલાસો

શમીએ ODI World Cup 2023ની 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી

તેણે ત્રણ મેચોમાં 5 કે તેથી વધુ વિકેટો લીધી હતી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
ઈજાગ્રસ્ત હોવા છતાં વર્લ્ડકપ રમ્યો હતો મોહમ્મદ શમી, દ.આફ્રિકા સામેની સિરીઝ પહેલાં મોટો ખુલાસો 1 - image
Image:FilePhoto

Mohammed Shami's Injury : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમી ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીએ ખુબ દર્દ સહન કરીને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે કે શમી પગની ઘૂંટીમાં દુખાવો સાથે ODI World Cup 2023 રમ્યો હતો. જેના કારણે સાઉથ આફ્રિકા સામે તેની ઉપલબ્ધતા પર સવાલ ઉઠી રહ્યા છે.

શમીની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે - BCCI

મળેલા અહેવાલો મુજબ ODI World Cup 2023 દરમિયાન શમીને પગમાં દુખાવો થયો હતો. ટૂર્નામેન્ટ બાદ શમીએ આરામ લીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમી ન હતી. આ પછી સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે BCCIએ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, જેમાં શમીને T20 અને ODI ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે. જો કે ટીમની જાહેરાત કરતી વખતે BCCIએ માહિતી આપી હતી કે શમીની તબીબી સારવાર ચાલી રહી છે અને તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

10 ડિસેમ્બરથી શરુ થશે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે મેચ

સાઉથ આફ્રિકા સામે સિરીઝની શરૂઆત 10 ડિસેમ્બરથી T20I સિરીઝથી થશે. તે પછીં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 17 ડિસેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ રમશે. તે પછી અંતમાં 26 ડિસેમ્બરથી બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે.

ઈજાગ્રસ્ત હોવા છતાં વર્લ્ડકપ રમ્યો હતો મોહમ્મદ શમી, દ.આફ્રિકા સામેની સિરીઝ પહેલાં મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News