Get The App

થોડું જ્ઞાન ભવિષ્ય માટે પણ બચાવી રાખો: સંજય માંજરેકર પર કેમ ભડક્યો શમી?

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
થોડું જ્ઞાન ભવિષ્ય માટે પણ બચાવી રાખો: સંજય માંજરેકર પર કેમ ભડક્યો શમી? 1 - image


Mohammed Shami On Sanjay Manjrekar: મોહમ્મદ શમી હાલમાં ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલમાં રમી હતી. ઈજાના કારણે શમી 2024ની આઈપીએલમાં પણ નહોતો રમી શક્યો. શમી ગુજરાત ટાઈટન્સનો હિસ્સો હતો. હવે તે 2025ની મેગા ઓક્શન માટે મેદાનમાં ઉતરશે. પરંતુ તે પહેલા શમી ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર પર ભડકી ગયો છે. તો ચાલો જાણીએ આખરે શું છે સમગ્ર મામલો.

ભવિષ્ય જાણવા માટે લોકોએ સંજય સરને મળવું જોઈએ

હકીકતમાં સંજય માંજરેકરે એક નિવેદન આપતા હતું કે, 'શમીને ઓક્શનમાં ઈચ્છા પ્રમાણેની કિંમત નહીં મળશે. સંજય માંજરેકરે આ વાત શમીની ઈજાને ધ્યાનમાં રાખીને કહી હતી.' હવે તેના પર શમીએ કહ્યું કે, 'ભવિષ્ય જાણવા માટે લોકોએ સંજય સરને મળવું જોઈએ.'

શમીએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. સ્ટોરીમાં માંજરેકરની ભવિષ્યવાણી લખી હતી, જે તેણે ભારતીય ફાસ્ટ બોલર અંગે કરી હતી. પછી તેની નીચે શમીએ લખ્યું કે, 'બાબાની જય હો. થોડું જ્ઞાન તમારા ભવિષ્ય માટે પણ બચાવી રાખો, કામ આવશે સંજય જી. જો કોઈએ ભવિષ્ય જાણવું હોય તો સરને મળો.'


 ગુજરાત ટાઈટન્સે કર્યો રિલીઝ

તમને જણાવી દઈએ કે, ગુજરાતે 2022ની મેગા ઓક્શનમાં શમીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2022માં શમીએ 16 મેચોમાં 20 વિકેટ ખેરવી હતી. ત્યાર બાદ આગલી સિઝનમાં એટલે કે IPL 2023માં શમીએ 17 મેચમાં 28 વિકેટ ઝડપી હતી, જેના પછી તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હતો. પરંતુ તે પછી શમી ઈજાના કારણે 2024ની આગામી સિઝન રમી નહોતો શક્યો, ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ તેને મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી દીધો છે.

આ પણ વાંચો: અમેરિકામાં આરોપ બાદ અદાણીનો મોટો નિર્ણય, 600 મિલિયન ડોલરનો બોન્ડ ઈશ્યૂ રદ કરવાની જાહેરાત

મોહમ્મદ શમીનું IPL કરિયર

નોંધનીય છે કે, મોહમ્મદ શમી પોતાના કરિયરમાં 110 IPL મેચ રમ્યો છે. આ મેચોની 110 ઈનિંગમાં બોલિંગ કરતા તેણે 26.86ની એવરેજથી 127 વિકેટ ખેરવી છે.


Google NewsGoogle News