Get The App

શમી ફરી વિવાદોમાં ફસાયો: પુત્રીના પાસપોર્ટ પર સાઈન ન કરતો હોવાનો પત્નીનો આક્ષેપ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
શમી ફરી વિવાદોમાં ફસાયો: પુત્રીના પાસપોર્ટ પર સાઈન ન કરતો હોવાનો પત્નીનો આક્ષેપ 1 - image

 Mohammed Shami: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની દીકરી આયરાને મળ્યા હતા. શમી અને તેની પુત્રી આયરા ઘણા સમયથી મળ્યા ન હતા. પરંતુ શમીને મળ્યા બાદ તે પોતાની જાતને રોકી ન શક્યો અને ભાવુક થઈ ગયો. પુત્રીને મળ્યા બાદ તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. શમીએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો પરંતુ હવે તેની પત્ની હસીન જહાંએ ગંભીર આરોપ લગાવ્યા છે. 

આરોપ લગાવતા હસીન જહાંએ કહ્યું કે, આ બધુ નાટક છે. તેમની પુત્રીના પાસપોર્ટની મુદત પૂરી થઈ ગઈ છે. શમીએ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા નથી.

એક રિપોર્ટ્સ અનુસાર, હસીન જહાંએ કહ્યું કે, 'તેઓ તેમની દીકરી વિશે કશું પૂછતા પણ નથી. હંમેશા વ્યસ્ત રહે છે. આયરાને ગિટાર અને કેમેરાની જરૂર હતી. પરંતુ શમીને તે ન અપાવ્યુ. આયરાનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે. તે ડૉક્યુમેન્ટ પર સહી કરાવવા ગઇ હતી પરંતુ શમીએ સહી ના કરી. 

મહત્વનું છે કે, આ દિવસોમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં શમીના કમબેકને લઈને એક અફવા પણ ફેલાઈ હતી. શમીએ આ અંગે પ્રતિક્રિયા આપતા તેને અફવા જ ગણાવી હતી.


Google NewsGoogle News