‘બધું સહન કરીશ પણ પાકિસ્તાન સાથે ફિક્સિંગના આરોપ નહીં’, દિગ્ગજ ક્રિકેટરે આત્મહત્યાનો વિચાર કર્યો હતો
Mohammed Shami: મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન બાદ ઇજાના કારણે IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાનો આ ફાસ્ટ બોલર ખાસ્સો સાજો થઈ ગયો છે અને ફરીથી ટેસ્ટ શ્રેણીથી ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા તૈયાર છે. છેલ્લું એક વર્ષ તેનાં માટે ઘણું ઘણું ઉતારચઢાવ ભર્યું રહ્યું હતું. પરંતુ તેના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તે ખૂબ વ્યથિત હતો અને આત્મહત્યા કરવા માંગતો હતો. તેની પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપથી તે નારાજ હતો. તેની પત્ની હસીન જહાંએ તેના પર મેચ ફિક્સિંગ, દહેજ અને યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેના એક મિત્ર અને ધારાસભ્ય ઉમેશ કુમારે જણાવ્યું કે શમી એક વખત આત્મહત્યા કરવા સુધીનો વિચાર કરી ચૂક્યો હતો.
ઉમેશ કુમારે એક યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, “શમી મારી સાથે મારા ઘરે રહેતો હતો અને જીવનમાં ઘણાં બધા મોરચે લડતો હતો. પરંતુ જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો અને તપાસ થઈ ત્યારે તે ભાંગી પડ્યો હતો. હું બધું સહન કરવા તૈયાર છું. પરંતુ હું પાકિસ્તાન વિરુદ્ધ મેચ ફિક્સિંગનો આરોપ સહન નહીં કરી શકું. સમાચારોમાં પણ આવ્યું હતું કે એ રાત્રે શમી કઇંક કરી નાખવાના મૂડમાં હતો.'
આ ઇન્ટરવ્યૂમાં ઉમેશ કુમારે કહ્યું છે કે, “સવારના ચાર વાગ્યા હતા અને તે બાલ્કનીમાં ઊભો હતો. હું પાણી પીવા ઊભો થયો હતો અને સમજી ગયો કે શું થઈ રહ્યું છે. અમે ઓગણીસમાં માળે રહીએ છીએ. તે રાત તેના જીવનની સૌથી વધુ કયામતની રાત હતી. એ લાંબી દુ:ખની રાત હતી. ત્યાર પછી એક દિવસ અમે બંને મોડેથી ચેટ કરી રહ્યા હતા. ત્યારે અમને મેસેજ મળ્યો કે શમીને ક્લિનચીટ મળી ગઈ છે. તે દિવસ શમી માટે વર્લ્ડ કપ જીતવા કરતાં પણ વધુ ખુશીનો હતો. એ શમી અને આ શમીમાં ઘણો ફરક છે.”
શમીએ 6 જાન્યુઆરી, 2013ના રોજ દિલ્હીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચ દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. આ 33 વર્ષીય ક્રિકેટરે ભારત માટે 64 ટેસ્ટ, 101 ODI અને 23 T20 મેચ રમી છે. તેના નામે કુલ 448 વિકેટ છે. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી અને તેણે ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં શમીએ 24 વિકેટો ઝડપી હતી.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 6 જાન્યુઆરી, 2013ના રોજ દિલ્હીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચ દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. આ 33 વર્ષીય ક્રિકેટરે ભારત માટે 64 ટેસ્ટ, 101 ODI અને 23 T20 મેચ રમી છે. તેના નામે કુલ 448 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી અને તેણે ભારતને ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં શમીએ 24 વિકેટો ઝડપી હતી.