VIDEO : 'ઈન્જેક્શન લગાવ્યા, 2 કલાક બેભાન રહ્યો, ડૉક્ટરે કહ્યું- રમવાનું ભૂલી જા', મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો

મોહમ્મદ શમીએ આ વર્લ્ડકપમાં ભારત માટે 24 વિકેટ લીધી છે

ન્યુઝીલેન્ડ સામે શમીએ 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
VIDEO : 'ઈન્જેક્શન લગાવ્યા, 2 કલાક બેભાન રહ્યો, ડૉક્ટરે કહ્યું- રમવાનું ભૂલી જા', મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો 1 - image
Image:IANS

Mohammed Shami ODI World Cup 2023 Interview : ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ભારતીય ક્રિકેટની સફર સમગ્ર ODI World Cup 2023 દરમિયાન શાનદાર રહી હતી પરંતુ અંતમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતને લીગ સ્ટેજની 9 મેચ અને સેમિફાઈનલમાં જીત મળી હતી. પરંતુ એક ખરાબ મેચે ભારતીય ટીમના ત્રીજી વખત વર્લ્ડકપ ટ્રોફી જીતવાના સપનાને ચૂરચૂર કરી દીધું હતું.

વર્લ્ડકપ દરમિયાન ઘૂંટણમાં આવ્યો હતો સોજો

આ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર વિકેટ ટેકર મોહમ્મદ શમીએ તેના જીવન વિશે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેણે તેના ક્રિકેટિંગ કરિયરને લઈને કેટલાંક ખુલાસા કર્યા હતા. જેના વિશે શમીના ફેન્સને જાણ પણ નહીં હોય. શમીએ વાતચીત દરમિયાન કહ્યું કે ODI World Cup 2015થી પહેલા તેના ઘુટણમાં સોજો આવી ગયો હતો. આવી સ્થિતિમાં તેની પાસે અંતિમ વિકલ્પ ઘૂંટણની સર્જરી કરાવવાનો જ હતો.

મેં આરામના સ્થાને દેશને મહત્વ આપ્યું

શમીએ સર્જરી કરાવી ન હતી અને રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે કહ્યું કે તે દર મેચ પછી હોસ્પિટલ જઈને ઈન્જેકશન લેતો હતો. તેની જગ્યા જો તે સમયે કોઈ અન્ય ખેલાડી હોત તો તે રમતો નહી. તેની પાસે 2 વિકલ્પ હતા પરંતુ મેં આરામ કરવાની જગ્યાએ દેશને પસંદ કર્યો.

ડોકટરે શમીને રમવાનું છોડવા કહ્યું હતું 

ODI World Cup 2015 પછી શમીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ડોકટરે કહ્યું હતું કે જો તે આરામથી ચાલી લેશે તો તે જ તેના માટે મોટી સફળતા હશે. ક્રિકેટ રમવું તો દૂરની વાત છે. શમીએ વધુમાં કહ્યું કે, હું બે કલાક સુધી બેભાન હતો. પરંતુ જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં ડૉક્ટરને સીધું જ પૂછ્યું કે હું ફરીથી ક્યારે રમવાનું શરૂ કરી શકું છું. ડૉક્ટરે કહ્યું, તમે સારી રીતે ચાલી લો તે જ મોટી વાત છે, તમારે રમવાનું છોડવું પડશે. શમીએ કહ્યું, 'ત્યારપછી બધું રિકવરી પર નિર્ભર હતું.'

VIDEO : 'ઈન્જેક્શન લગાવ્યા, 2 કલાક બેભાન રહ્યો, ડૉક્ટરે કહ્યું- રમવાનું ભૂલી જા', મોહમ્મદ શમીનો ચોંકાવનારો ખુલાસો 2 - image


Google NewsGoogle News