IND vs SA: વર્લ્ડ કપમાં કહેર મચાવનાર શમી પર સાઉથ આફ્રિકા પ્રવાસ અંગે ખતરો, ફિટનેસ બની અડચણ
મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમના ટેસ્ટ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે
Image:IANS |
Mohammed Shami's Fitness : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. હાલમાં જ BCCIએ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ટીમનું એલાન કર્યું હતું, જેમાં મોહમ્મદ શમીની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે શમી માટે સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે શમીની ફિટનેસ અડચણ બની છે.
શમી ઈજાના મૂલ્યાંકન માટે નેશનલ ક્રિકેટ એકેડમીને રિપોર્ટ કરશે
BCCIએ પહેલા જ જણાવી દીધું હતું કે શમી હાલ મેડિકલ ટ્રીટમેન્ટમાંથી પસાર થઇ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. જણાવી દઈએ કે શમીના પગમાં થોડી સમસ્યા છે. ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. મળેલા અહેવાલો મુજબ BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, 'સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જતા પહેલા શમી ઈજાના મૂલ્યાંકન માટે નેશનલ ક્રિકેટ એકેડમીને રિપોર્ટ કરશે. વિદેશી પ્રવાસ પર જતા પહેલા ઓલરાઉન્ડર અને ફાસ્ટ બોલરો માટે આ સામાન્ય બાબત છે. તેની હાલત બહુ ગંભીર નથી અને તે મેનેજ કરી રહ્યો છે.'
સિલેક્ટર્સએ તેને સિલેક્ટ જ ન કર્યો હોત
મળેલા અહેવાલો મુજબ શમીએ મુંબઈમાં પોતાની સ્થિતિ અંગે ઓર્થોપેડિક સર્જનની સલાહ લીધી હતી. શમીની સ્થિતિ વિશે ન્યૂઝ એજન્સીને જણાવતા BCCIના એક સૂત્રએ કહ્યું હતું કે, 'જો તે બોક્સિંગ ડે ટેસ્ટ માટે ફિટ ન હોત તો સિલેક્ટર્સએ તેને સિલેક્ટ જ ન કર્યો હોત.'