Get The App

શમી અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, BCCIએ કરી ભલામણ, વર્લ્ડ કપ 2023માં કર્યું હતું શાનદાર પ્રદર્શન

શમીએ ODI World Cupમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
શમી અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, BCCIએ કરી ભલામણ, વર્લ્ડ કપ 2023માં કર્યું હતું શાનદાર પ્રદર્શન 1 - image
Image:FilePhoto

Arjun Award For Mohammed Shami : મોહમ્મદ શમી ODI World Cup 2023માં ભારતીય ટીમ માટે હીરો સાબિત થયો હતો. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન બાદ હવે શમીને BCCIએ રમતના ક્ષેત્રમાં આપવામાં આવતા અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે.

BCCIએ શમીના નામને લીસ્ટમાં સામેલ કરવાની કરી વિનંતી

મીડિયા અહેવાલો મુજબ ખેલ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે BCCIએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીથી શમીના નામેને અર્જુન એવોર્ડની લીસ્ટમાં સામેલ કરવાની વિનંતી કરી છે કારણ કે તે પહેલાથી આ લીસ્ટમાં સામેલ ન હતો. અર્જુન એવોર્ડ રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવતો ભારતનો બીજો સૌથી મોટો પુરસ્કાર છે. મંત્રાલયે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ સહિત આ વર્ષના રમત પુરસ્કારો અંગે નિર્ણય લેવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એ.એમ ખાનવિલકર કરશે. તેમના સિવાય આ સમિતિમાં કુલ 6 વધુ સભ્યો હશે, જેઓ પૂર્વ આંતરરાષ્ટ્રીય એથ્લીટ છે.

વર્લ્ડકપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો

મોહમ્મદ શમીએ ODI World Cup 2023ની 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ ઝડપી હતી. જે ટૂર્નામેન્ટમાં કોઈપણ બોલર દ્વારા સૌથી વધુ હતી. શરૂઆતની 4 મેચમાં શમીને મોકો ન મળ્યો હતો. પરંતુ બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકના ઈજાગ્રસ્ત થયા બાદ શમીને ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી મેચમાં પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો અને તે પછી શમીએ પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતને ફાઈનલમાં પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ODI World Cupમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

શમી અર્જુન એવોર્ડ માટે નોમિનેટ, BCCIએ કરી ભલામણ, વર્લ્ડ કપ 2023માં કર્યું હતું શાનદાર પ્રદર્શન 2 - image


Google NewsGoogle News