IPL 2025 : મોહમ્મદ શમી ગુજરાત ટાઈટન્સ માટે રમશે કે નહીં? ખુદ કરી સ્પષ્ટતા
IPL 2025, Mohammed Shami : IPL 2025માં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી રમશે? થવા તો ગુજરાત ટાઇટન્સ શમીને રિટેન કરશે? આ બધા સવાલોને લઈને મોહમ્મદ શમીએ એક અપડેટ આવ્યું છે. મોહમ્મદ શમીએ કહ્યું કે, મને ખબર નથી કે હું ગુજરાત ટાઇટન્સ માટે રમીશ કે નહીં. IPLની ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની છે. આ રીતે હવે માત્ર 9 દિવસ બાકી છે, પરંતુ ગુજરાત ટાઇટન્સમાં મોહમ્મદ શમીનું ભવિષ્ય સ્પષ્ટ નથી.
મોહમ્મદ શમીએ કહ્યું કે, 'મને આ અંગે કોઈ માહિતી નથી. મને ખબર નથી કે ગુજરાત ટાઇટન્સ મને રિટેન કરશે કે નહીં. આ નિર્ણય ફ્રેન્ચાઇઝીએ લેવાનો છે. ગુજરાટ ટાઇટન્સને લાગશે કે તેમણે મને રિટેન કરવો જોઈએ, તો તેઓ મને રિટેન કરશે, પરંતુ જો મારી જરૂર નથી તો તેઓ મને રિટેન કરશે નહીં. મેં આજ સુધી આ અંગે ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટ સાથે વાત કરી નથી. પરંતુ જો ગુજરાત ટાઇટન્સ મને રિટેન કરવાનું વિચારે છે તો હું શું કામ તેમને ના પાડીશ.'
આ પણ વાંચો : IND vs NZ : બીજી ટેસ્ટ મેચમાં આ સ્ટાર ખેલાડીનું પત્તું કાપશે રોહિત, પંત પણ થઈ ગયો ફિટ
અગાઉ IPL મેગા ઓક્શન 2022માં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કરીને IPL 2022 સીઝનમાં 20 વિકેટ લીધી હતી. જ્યારે IPL 2023 સીઝનમાં મોહમ્મદ શમીએ 26 વિકેટ લીધી હતી. તેણે પર્પલ કેપ પણ જીતી હતી.
ઈજાના કારણે મોહમ્મદ શમી IPL 2024 સીઝન રમી શક્યો ન હતો. હવે સવાલ એ છે કે શું મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ મોહમ્મદ શમીને રિટેન કરશે? અત્યાર સુધી મોહમ્મદ શમીએ ગુજરાત ટાઇટન્સ માટે 2 સીઝનમાં રેકોર્ડ 48 વિકેટ લીધી હતી.