'હું ગર્વથી કહું છું કે હું....'વર્લ્ડકપમાં 5 વિકેટ લીધા બાદ મેદાન પર બેસવાને લઈને મોહમ્મદ શમીએ કહી આ મોટી વાત

શમી ODI World Cup 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો

તેણે 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ પોતાના નામે કરી હતી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
'હું ગર્વથી કહું છું કે હું....'વર્લ્ડકપમાં 5 વિકેટ લીધા બાદ મેદાન પર બેસવાને લઈને મોહમ્મદ શમીએ કહી આ મોટી વાત 1 - image
Image:File Photo

Mohammed Shami On Sajda In World Cup 2023 : ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. શમીએ બીજી 5 વિકેટ હોલ શ્રીલંકા સામે લીધી હતી. આ 5 વિકેટ લેવા બાદ શમી જમીન પર બેસી ગયો હતો. જેને જોઇને લોકોએ કહેવાનું શરુ કર્યું હતું કે તે સજદા કરવા ઈચ્છે છે પરંતુ તે તેમ કરી શકાયો નહીં. શમીએ પોતાનું મૌન તોડ્યું અને આ મામલે જવાબ આપ્યો હતો.

હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું - મોહમ્મદ શમી

એક પ્રોગ્રામમાં શમીએ સજદાને લઈને જવાબ આપતા કહ્યું કે શું પહેલા મેં આવ્યું ક્યારેય કર્યું છે? તેણે એમ પણ કહ્યું કે જો તે સજદા કરવા માંગતો હતો તો તેને કોણ રોકી શકતું હતું. શમીએ જમીન પર બેસવાને લઈને કહ્યું, 'મારે સજદા કરવો હોય તો મને કોણ રોકી શકે? જો હું તે કરવા માંગતો હતો, તો હું તે કરીશ. હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું. શું મેં આ પહેલા ક્યારેય 5 વિકેટ ઝડપીને સજદા કર્યા છે? મેં ઘણી 5 વિકેટ ઝડપી છે.'

શમી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો

શમીએ ODI World Cup 2023ની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 54 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ પછી તેની આગામી પાંચ વિકેટ શ્રીલંકા સામે આવી, જેમાં તેણે માત્ર 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. ત્યારબાદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં 57 રન આપીને 7 વિકેટ મેળવી હતી. શમી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 7 મેચમાં 10.71ની એવરેજથી 24 વિકેટ પોતાના નામે કરી હતી. 

'હું ગર્વથી કહું છું કે હું....'વર્લ્ડકપમાં 5 વિકેટ લીધા બાદ મેદાન પર બેસવાને લઈને મોહમ્મદ શમીએ કહી આ મોટી વાત 2 - image


Google NewsGoogle News