ગુજરાત ટાઈટન્સને લાગ્યો જોરદાર ઝટકો, મોહમ્મદ શમી IPL 2024થી બહાર! શું છે કારણ?

મોહમ્મદ શમીએ IPL 2023માં કુલ 28 વિકેટ ઝડપી પર્પલ કેપ જીતી હતી

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
ગુજરાત ટાઈટન્સને લાગ્યો જોરદાર ઝટકો, મોહમ્મદ શમી IPL 2024થી બહાર! શું છે કારણ? 1 - image


Mohammed Shami Ruled Out Of IPL 2024 : IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઇ શકે છે. શમીને લઈને તેની ફ્રેન્ચાઈઝી ટીમ ગુજરાત ટાઇટન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ BCCIના એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે.

ગુજરાત ટાઈટન્સની સમસ્યાઓ વધી

IPL 2024માંથી જો મોહમ્મદ શમી બહાર થાય છે તો ગુજરાત ટાઇટન્સ માટે તે મોટો ઝાટકો હશે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા, પહેલાથી જ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો છે અને હવે ટીમમાં શમીની ગેરહાજરી ગુજરાત ટાઇટન્સ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન શુભમન ગિલને સોંપી દીધી છે. BCCIના એક સૂત્રે જણાવ્યું કે શમીને તેના ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજાની સર્જરી માટે UK જવું પડશે અને તેના કારણે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે.

મોહમ્મદ શમી IPL 2023માં પર્પલ કેપ હોલ્ડર હતો

IPL 2023માં મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી, આ સિવાય તેણે વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. ક્રિકેટ ચાહકો લાંબા સમયથી તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શમીએ IPL 2023માં કુલ 28 વિકેટ લીધી હતી. IPL 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ગુજરાત ટાઇટન્સના બોલરો ટોપ-3 સ્થાન પર હતા. શમી પછી આ યાદીમાં મોહિત શર્મા અને રાશિદ ખાનનું નામ હતું.

ગુજરાત ટાઈટન્સને લાગ્યો જોરદાર ઝટકો, મોહમ્મદ શમી IPL 2024થી બહાર! શું છે કારણ? 2 - image


Google NewsGoogle News