VIDEO | આંખો સામે અકસ્માત જોઈ મોહમ્મદ શામીએ કાર રોકી, 'ફરીશ્તા'ની જેમ ઘાયલોની કરી મદદ

વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો ઝડપી ધૂમ મચાવનાર મોહમ્મદ શામી ફરી એકવાર ચર્ચામાં

શામી નૈનીતાલ જઈ રહ્યો હતો તે સમયે એક અન્ય કારનો અકસ્માત જોયો

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
VIDEO | આંખો સામે અકસ્માત જોઈ મોહમ્મદ શામીએ કાર રોકી, 'ફરીશ્તા'ની જેમ ઘાયલોની કરી મદદ 1 - image

image : Twitter


Mohammed Shami | ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર અને વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો ઝડપી ધૂમ મચાવનાર મોહમ્મદ શામી ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તે કોઈ મેચને કારણે નહીં પરંતુ પોતાના પરોપકારી કાર્યને લીધે ચર્ચામાં છે. 

શું છે મામલો? 

માહિતી અનુસાર ઉત્તરાખંડના નૈનીતાલથી થોડાક દૂર તેની કાર સામે જ એક બીજી કારને અકસ્માત નડ્યો હતો. શામી તે વખતે નૈનીતાલ જઈ રહ્યો હતો. આ એક્સિડન્ટ જોઈ તેણે પોતાની કાર અટકાવી અને કારમાં સવાર લોકોને બચાવવા પહોંચી ગયો હતો. તેણે કારમાંથી ફર્સ્ટએડની કીટ પણ આપી અને જાતે જ ઘાયલને પાટા-પિંડી કરી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરાયો છે. 

વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો ઝડપી હતી 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંપન્ન થયેલા વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શામીએ સૌથી વધુ 24 વિકેટો ઝડપી હતી. ત્યારબાદ તે રજાઓ માણવા માટે નીકળી ગયો હતો. શનિવારે તે નૈનીતાલ જઈ રહ્યો હતો. તે સમયે જ આ ઘટના બની હતી. 

VIDEO | આંખો સામે અકસ્માત જોઈ મોહમ્મદ શામીએ કાર રોકી, 'ફરીશ્તા'ની જેમ ઘાયલોની કરી મદદ 2 - image


Google NewsGoogle News