Get The App

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા સામે નહીં રમી શકે દિગ્ગજ બોલર, વિજય હજારે ટ્રોફીથી પણ બહાર!

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
Mohammed Shami


Mohammed Shami Injury: સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ખતમ થયા બાદ હવે વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ અંગે બંગાળની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીને બંગાળની વિજય હજારે ટ્રોફીની દિલ્હી સામેની ઓપનિંગ મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

મોહમ્મદ શમીની ફિટનેસ પર સવાલો ઉઠ્યા 

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ પુષ્ટિ કરી છે કે શમી વિજય હજારે ટ્રોફીની પ્રથમ મેચમાં નહીં રમે. બંગાળની ટીમ તેની પ્રથમ મેચ દિલ્હી સામે 21 ડિસેમ્બર શનિવારના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે. તાજેતરમાં રણજી ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલી T20 ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી હવે ઈજાના કારણે મેદાનની બહાર છે. એવી અટકળો પણ છે કે તે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં ભાગ લઈ શકશે નહીં.

રોહિતે શમીની ફિટનેસ પર ચિંતા વ્યક્ત

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ શમીની ફિટનેસ પર ચિંતા વ્યક્ત કરી છે. બ્રિસબેન ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પાસેથી શમીની હેલ્થ કંડીશન અને રિહેબ પ્રક્રિયા અંગે સ્પષ્ટ માહિતી આપવાની માંગ કરતા કહ્યું કે, 'મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે NCA અમને શમીની સ્થિતિ અને તેની રિહેબ પ્રક્રિયા વિશે અપડેટ આપે.' 

તેમજ રોહિતે શમીના વર્કલોડ અને તેના ઘૂંટણની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, 'અમે નથી ઈચ્છતા કે કોઈ ખેલાડી મેચની વચ્ચે આઉટ થાય. તેની ટીમ પર નકારાત્મક અસર પડે છે.'

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ICCની મોટી જાહેરાત, હાઇબ્રીડ મોડલ પર મહોર, આ રીતે રમાશે મેચ

લાંબા સમયથી શમી ઇન્ટરનેશનલ મેચથી બહાર 

મોહમ્મદ શમી છેલ્લા એક વર્ષથી કોઈ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. તેણે છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ, જાન્યુઆરી 2024માં તેણે ઘૂંટણની સર્જરી કરાવી અને ત્રણ મહિના સુધી NCAમાં રિહેબ પ્રક્રિયામાં રહ્યો.

એવી આશા હતી કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 દરમિયાન મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ શમીની ફિટનેસ તેના ટેસ્ટ કરિયર પર વારંવાર સવાલો ઉભા કરી રહી છે.

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા સામે નહીં રમી શકે દિગ્ગજ બોલર, વિજય હજારે ટ્રોફીથી પણ બહાર! 2 - image


Google NewsGoogle News