World Cup 2023 : મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર

ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝહીર ખાન છે

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
World Cup 2023 : મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર 1 - image


Mohammed Shami IND vs NZ : આજે વર્લ્ડ કપ 2023માં 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં આજે ઠાકુરની જગ્યાએ શમીને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું હતું. એવામાં શમીએ વર્લ્ડ કપ 2023ના પહેલા બોલે જ વિકેટ ઝડપી હતી. આ વિકેટ સાથે શમીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. શમી વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. 

શમીએ અનિલ કુંબલેનો આ રેકોર્ડ તોડ્યો 

આ રેકોર્ડ સાથે શમીએ અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. કુંબલેએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 31 વિકેટ ઝડપી હતી. હવે શમી તેના કરતા આગળ નીકળી ગયો છે. ODI વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર ઝહીર ખાન છે. ઝહીરે ODI વર્લ્ડ કપમાં 44 વિકેટ લીધી હતી.

ભારત-ન્યુઝીલેન્ડ હેડ ટૂ હેડ રેકોર્ડ 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 116 વનડે મેચ રમાઈ છે જેમાં ભારતે 58 મેચ જીતી છે જ્યારે 50માં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને દેશો વચ્ચે છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ઈન્દોરમાં રમાઈ હતી જેમાં ભારતનો 90 રને વિજય થયો હતો. વર્લ્ડ કપમાં બને દેશો વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3માં જીત મેળવી છે જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડને છેલ્લે 2003ના વનડે વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. આ બાદ ન્યુઝીલેન્ડે ભારતને 2007 અને 2016ના T-20 વર્લ્ડકપમાં, 2019ના વનડે વર્લ્ડ કપમાં, 2021ની WTCની ફાઈનલમાં અને 2021ના T-20 વર્લ્ડકપમાં હરાવ્યું છે. 


Google NewsGoogle News