Get The App

તમારામાં તાકાત હોય તો...: સાનિયા સાથે લગ્નની અફવા પર ગુસ્સે થયો મોહમ્મદ શમી

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
તમારામાં તાકાત હોય તો...: સાનિયા સાથે લગ્નની અફવા પર ગુસ્સે થયો મોહમ્મદ શમી 1 - image
File Photo

Mohammed Shami On Sania Mirza Marriage: ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીએ તેમની સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવાનું ખંડન કર્યું છે. તેના લગ્નની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે લગ્નના પોશાકમાં તેની તસવીર સાનિયા સાથે સોશિયલ મીડિયા પર સામે આવી. શમીએ એક ઈન્ટરવ્યુમાં આ વિષય પર પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટરનો દેશ પ્રેમ, પાક. સામેની મેચ માટે ભાઈના લગ્ન છોડી દીધા, વીડિયો કોલ પર જોઈ વિધિ

હિંમત હોય તો વેરિફાઈડ પેજ પરથી પોસ્ટ શેર કરી બતાવો

શમીએ એક ઈન્ટરવ્યુ આપતા જણાવ્યું હતુ કે, 'લોકો ઘણીવાર આ પ્રકારની વાતોને મીમ્સ તરીકે જુએ છે. પરંતુ આ એક વ્યક્તિના અંગત જીવન સાથે સંબંધિત વિષય છે. આ મીમ્સ કોઈના અંગત જીવન સાથે સંબંધિત હોઈ શકે છે, તેથી લોકોએ તેને સમજી વિચારીને બનાવવા જોઈએ. જેમના સોશિયલ મીડિયા પર પેજ વેરિફાઈડ નથી તે લોકો આવી વાતો કરી શકે છે. હું તે લોકોને ચેલેન્જ કરુ છું કે જો તમારામાં હિંમત છે, તો વેરિફાઈડ પેજ પરથી આવી પોસ્ટ શેર કરીને બતાવો.'

તમે ચાર લોકોનું ભવિષ્ય સુધારીને બતાવો

શમીએ કહ્યું હતું કે, બીજાને ખાડામાં ધક્કો મારવો સરળ છે, આવા લોકોએ પહેલા પોતાની સફળતા વિશે વિચારવું જોઈએ. આવા લોકોને બીજાના પગ ખેચવામાં મજા આવે છે. વધુમાં તેણે કહ્યું હતું કે, આવા લોકો પરિવારનો સહારો બને અને ચાર લોકોનું ભવિષ્ય સુધારે અને બીજાની મદદ કરી બતાવે ત્યારે હું માનિસ કે તમે સારા વ્યક્તિ છો.

આ પણ વાંચો: ભગવાને મારા માટે અલગ વિચાર્યું હતું, વર્લ્ડકપ જીતનાર ટીમમાં રમાડવો હતો: અક્ષર પટેલ

સાનિયા મિર્ઝાના પિતાએ નિવેદન આપ્યું

તમને જણાવી દઈએ કે, હાલમાં જ સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે સાથે છૂટાછેડા લીધા છે. હવે જયારે તેની લગ્નની અફવા શમી સાથે ચાલી રહી છે ત્યારે તેના પિતાએ નિવેદન આપ્યું હતું તેમણે આ બધી ખબરોને બકવાસ ગણાવીને ફગાવી દીધી હતી.


Google NewsGoogle News