Get The App

વર્લ્ડ કપના ઈતિહાસમાં મોહમ્મદ શામીએ કર્યો કમાલ, 13 મેચોમાં બન્યો નંબર વન બોલર

મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે 7 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપના ઈતિહાસમાં મોહમ્મદ શામીએ કર્યો કમાલ, 13 મેચોમાં બન્યો નંબર વન બોલર 1 - image
Image:IANS

World Cup 2023 IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારત તેની છટ્ઠી મેચ જીતી પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતની આ જીતમાં ફાસ્ટ બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહે 3 જયારે મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમી ODI World Cupના ઈતિહાસ(Mohammed Shami Best Bowler In World Cup History)માં બેસ્ટ બોલર બની ગયો છે.

મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે 7 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ તેની પહેલી અને ત્રીજી ઓવરમાં સતત 13 ડોટ બોલ ફેંકી 2 વિકેટ પણ ઝડપી હતી. તેણે પહેલા સ્ટોક્સને અને પછી બેયરસ્ટોને બોલ્ડ કર્યો હતો. શમીએ તેની 7 ઓવરમાં 5.3 ઓવર ડોટ ફેંકી હતી. 

શમી વર્લ્ડ કપ ઈતિહાસનો બેસ્ટ બોલર

મોહમ્મદ શમીની આ ODI World Cup 2023માં બીજી મેચ હતી. તેણે 2 મેચમાં કુલ 9 વિકેટ ઝડપી છે. શમીએ આ 9 વિકેટ સાથે ODI World Cupમાં કુલ 39 વિકેટ ઝડપી છે. શમીએ World Cupમાં અત્યાર સુધી કુલ 13 મેચ રમી છે. આ 13 મેચમાં જ તે World Cup ઈતિહાસનો બેસ્ટ બોલર બની ગયો છે. વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 20 વિકેટ લેનાર બોલરોમાં શમીની એવરેજ 14.07 અને સ્ટ્રાઈક રેટ 16.97ની છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં આ કોઈપણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.  

વર્લ્ડ કપના ઈતિહાસમાં મોહમ્મદ શામીએ કર્યો કમાલ, 13 મેચોમાં બન્યો નંબર વન બોલર 2 - image


Google NewsGoogle News