મોહમ્મદ શમીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધી હાંસલ કરનારા ભારતનો પહેલો બોલર બન્યો

પ્રથમ વનડે મેચમાં મોહમ્મદ શમીએ જબરદસ્ત બોલિંગ કરી 5 વિકેટ ઝડપી હતી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
મોહમ્મદ શમીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધી હાંસલ કરનારા ભારતનો પહેલો બોલર બન્યો 1 - image
Image:Twitter

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી પ્રથમ વનડે મેચમાં મોહમ્મદ શમીએ જબરદસ્ત બોલિંગ કરી 5 વિકેટ ઝડપી હતી. શમીના 5 વિકેટના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 277 રન પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં શમીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો. 16 વર્ષ બાદ એવું બન્યું હતું જયારે કોઈ ભારતીય બોલરે ભારતમાં વનડે મેચ દરમિયાન 5 વિકેટ ઝડપી હતી. આ અગાઉ વર્ષ 2007માં આ કારનામું પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને શ્રીલંકા સામે કર્યું હતું. શમીએ આ ઉપરાંત બીજો એક રેકોર્ડ બનાવ્યો હતો.

શમીએ ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં કુલ 27 વિકેટ ઝડપી

મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં વનડે ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. આમ કરી તેણે રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ તોડ્યો હતો. જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં રમતા 24 વિકેટ ઝડપી હતી જયારે શમીએ ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં કુલ 27 વિકેટ ઝડપી છે. શમીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે ભારતમાં 15 મેચ રમી છે. શમી ભારતમાં  ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. આ રીતે ગઈકાલે રમાયેલી મેચમાં શમીએ ઈતિહાસ રચ્યો હતો.

ભારતમાં 5 વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર્સ

જવાગલ શ્રીનાથ - 1993, vs ઈંગ્લેન્ડ (5/41)

જવાગલ શ્રીનાથ- 1993, vs શ્રીલંકા (5/24)

મનોજ પ્રભાકર- 1994, vs શ્રીલંકા (5/35)

મનોજ પ્રભાકર- 1995, vs ન્યુઝીલેન્ડ (5/33)

રોબિન સિંહ- 1997, vs શ્રીલંકા (5/22)

સૌરવ ગાંગુલી - 2000, vs ઝિમ્બાબ્વે (5/34)

અજીત અગરકર- 2005, vs શ્રીલંકા (5/44)

શ્રીસંત- 2006, vs ઈંગ્લેન્ડ (5/55)

ઝહીર ખાન- 2007, vs શ્રીલંકા (5/42)

મોહમ્મદ શમી- 2023, vs ઓસ્ટ્રેલિયા (5/51)


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News