ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ કર્યા આ ત્રણ ખેલાડીઓ, લીસ્ટમાં આ ભારતીય ખેલાડી પણ સામલે
ટ્રેવિસ હેડને સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો
Image:IANS |
ICC Player of the Month : ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે ત્રણ ખેલાડીઓને નોમિનેટ કર્યા છે. જેમાં 2 ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું જયારે એક ભારતીય ખેલાડીનું નામ છે. ICCની આ નોમિનેશન લીસ્ટમાં જે 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું નામ છે તેમાં ઓસ્ટ્રેલિયન ટીમના ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ અને ODI World Cup 2023ના ફાઈનલમાં ભારત સામે પોતાની ટીમને જીત અપાવનાર બેટ્સમેન ટ્રેવિસ હેડ પણ છે. જયારે આ લીસ્ટમાં જે એકમાત્ર ભારતીય ખેલાડીનું નામ સામેલ કરવામાં આવ્યું છે તે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું છે.
ટ્રેવિસ હેડ
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ ઈજા બાદ પરત ફર્યો હતો. તેમ છતાં તેણે વર્લ્ડકપ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો હતો. હેડે ODI World Cup 2023ની 6 મેચમાં 58.83ની એવરેજ અને 127.51ની સ્ટ્રાઈક રેટથી કુલ 329 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને એક ફિફ્ટી પણ સામેલ હતી. તેણે વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું, જેના માટે તેને આ બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
ગ્લેન મેકસવેલ
આ લીસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બીજા ખેલાડીનું નામ ગ્લેન મેકસવેલ છે, જેને ઓસ્ટ્રેલિયાને છટ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે ODI World Cup 2023ની 9 મેચોમાં 66.66ની એવરેજ અને 150.37ની સ્ટ્રાઈક રેટથી કુલ 400 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 1 બેવડી સદી ફટકારી હતી. મેક્સવેલે અફઘાનિસ્તાન સામે 201* રનની ઇનિંગ રમી ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતવી હતી.
મોહમ્મદ શમી
ICCની આ લીસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે. શમીએ ODI World Cup 2023માં માત્ર 7 મેચ જ રમી હતી. પરંતુ આ 7 મેચોમાં તેણે પોતાની ઘાતક બોલિંગથી વિરોધી ટીમનો પરસેવો છોડાવી દીધો હતો. શમીએ 7 મેચમાં 10.70ની એવરેજ અને 5.26ની ઈકોનોમી રેટથી કુલ 24 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન શમીએ 3 વખત 5 વિકેટ અને 1 વખત 4 વિકેટ લીધી હતી.