"હું આજ સુધી સમજી ન શક્યો કે મને...' વર્લ્ડકપ 2019માં હાર અંગે શમીના નિવેદનથી ખળભળાટ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
"હું આજ સુધી સમજી ન શક્યો કે મને...' વર્લ્ડકપ 2019માં હાર અંગે શમીના નિવેદનથી ખળભળાટ 1 - image
IANS: File Photo

Mohammed Shami on 2019 World Cup: મોહમ્મદ શમીએ 2019 વર્લ્ડકપને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. 2019માં યોજાયેલા વર્લ્ડકપમાં શમીને અમુક મેચમાં રમવાની તક મળી હતી. તે વર્લ્ડકપમાં શમીએ 4 મેચ રમીને તેને પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરતા 14 વિકેટ ઝડપી હતી. શાનદાર બોલિંગ કરવા છતાં પણ શમીને સેમિ ફાઇનલ મેચમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. હવે શમીએ 2019 વર્લ્ડકપ વિશે વાત કરતા તેના પર પોતાનું મૌન તોડ્યું છે.

શમીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 2019 વર્લ્ડકપમાં સારી બોલિંગ કર્યા પછી પણ મને સેમિ ફાઇનલમાંથી કેમ બહાર કરવામાં આવ્યો તે મને હજુ પણ એ સમજાતું નથી. ત્યારબાદ અમે સેમિ ફાઇનલ હારી ગયા હતા. આજે પણ મને સમજાયું નથી કે ત્યારે મને શા માટે પડતો મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ધોની સાથે રિઝવાનની તુલના કરતાં પાકિસ્તાની પર ભડક્યો હરભજન, કહ્યું- 'શેનો નશો કરો છો?'

મને તક આપે અને વાત ખતમ

શમીએ કે કહ્યું ‘એક પ્રશ્ન મારા મનમાં પણ આવે છે કે, દરેક ટીમને એક એવા ખેલાડીની જરૂર હોય છે કે જે શ્રેષ્ટ પ્રદર્શન કરી રહ્યો હોય. મેં ત્રણ મેચમાં 13 વિકેટ લીધી. ભાઈ, તમે મને તક આપશો તો હું વાત કરીશ, અને હું પરફોર્મ કરીશ. તમે મને તક આપી અને મેં 3 મેચમાં 13 વિકેટ લીધી. ત્યારબાદ અમે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા. મેં ત્યાં 4 મેચ રમી અને 14 વિકેટ લીધી હતી. જ્યારે 2023માં મેં 7 મેચ રમી અને 24 વિકેટ લીધી. હું આ બધા પ્રશ્નો કોઈને પૂછતો નથી, જેને મારી સ્કીલની જરૂર છે. તે મને તક આપે અને વાત ખતમ.’ 

શમીના આ નિવેદન બાદ હલચલ મચી ગઈ છે. ચાહકોનો માનવું છે કે, કોહલી અને રવિ શાસ્ત્રીને લીધે 2019ના વર્લ્ડકપમાં સારું પ્રદર્શન કરવા છતાં પણ શમીને તક આપાઈ ન હતી.

આ પણ વાંચો: Asia Cup T20 2024 : ભારતનો પાકિસ્તાન સામે સાત વિકેટે વિજય, મંધાના-શેફાલી છવાઈ

તમને જણાવી દઈએ કે, શમીએ 2023ના વર્લ્ડકપમાં શાનદાર બોલિંગ કરી હતી અને 24 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ શમી પગની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. હાલમાં તેણે પગની સર્જરી કરાવી છે અને તે હવે ઠીક છે. શમીએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. હવે ચાહકો શમીને ફરી એકવાર ભારત તરફથી રમતા જોવા માંગે છે. 



Google NewsGoogle News