એક જ ભારતીય ખેલાડીને ધોનીના રિટાયરમેન્ટ પ્લાન વિશે છે બધી જાણકારી, સ્ટાર બોલરનો ઘટસ્ફોટ

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
એક જ ભારતીય ખેલાડીને ધોનીના રિટાયરમેન્ટ પ્લાન વિશે છે બધી જાણકારી, સ્ટાર બોલરનો ઘટસ્ફોટ 1 - image


Mohammad Shami On Dhoni's Retirement Plan: મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારથી તે સતત આઈપીએલમાંમાં રમી રહ્યો છે. આઈપીએલ 2024માં સીએસકેની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોનીની નિવૃત્તિ અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ મનાય રહ્યું હતું કે તે હવે આઈપીએલને પણ અલવિદા કહી દેશે. પરંતુ અત્યાર સુધી ધોનીએ આ અંગે કોઈ સંકેત આપ્યા નથી. આ દરમિયાન, ઝડપી બોલર મોહમ્મદ શમીએ માહીની નિવૃત્તિ યોજનાને લઈને એક ખુલાસો કર્યો છે. 

આઈપીએલની ગત સિઝનમાં સીએસકેનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું હતું. ખરાબ નેટ રન રેટને કારણે સીએસકે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. છેલ્લી મેચમાં તેને આરસીબી તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ આપવી પડશે 'પરીક્ષા': અંગત જીવનમાં ઉથલપાથલ વચ્ચે બોલિંગ પર ઉઠ્યા સવાલ

શમીએ ધોનીની નિવૃત્તિ અંગે ખુલાસો કર્યો

ભારતીય ટીમના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તમે (મીડિયા) તેના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી રહ્યા છો. મેં માહી ભાઈ સાથે નિવૃત્તિ અંગે વાતચીત કરી હતી. જેમાં મેં તેમને પૂછ્યું હતું કે, ખેલાડીએ ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ? તેના પર માહીએ કહ્યું હતું કે, પહેલું કે જ્યારે તમે કંટાળી જાઓ છો અને બીજું, જ્યારે તમને લાગે છે કે તમને લાત મારવામાં આવશે (જ્યારે તમને લાગે કે તમને ટીમમાંથી બહાર ફેંકી દેવામાં આવશે).

ધોનીએ એમ પણ કહ્યું હતું કે, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે રમતનો આનંદ લેવાનું બંધ કરો છો, તો એ સંકેત છે કે તમારો સમય આવી ગયો છે. અને નિવૃત્તિ માટે તમે શ્રેષ્ઠ સમય પસંદ કરો તો એ તમારા માટે વધુ સારું રહેશે, કારણ કે જો તમે ચોક્કસ ફોર્મેટ જાળવી નથી શકતા તો તમારું શરીર તમને જાણ કરવાનું શરૂ કરી દે છે.

આ પણ વાંચો: IPLમાં મોટી ઉથલપાથલના સંકેત, વધુ એક કેપ્ટન ટીમનો સાથ છોડશે, RCBમાં કરી શકે છે ઘરવાપસી

ધોનીની આઈપીએલ કારકિર્દી

ધોનીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 264 મેચ રમી છે. જેમાં તેણે 39ની સરેરાશથી 5243 રન બનાવ્યા છે. જેમાં તેને 24 અડધી સદી ફટકારી હતી. ધોનીએ આઈપીએલમાં 252 સિક્સ અને 363 ફોર ફટકારી છે. તેની કેપ્ટનશિપમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતાડ્યો છે.



Google NewsGoogle News