Get The App

મોહમ્મદ શમીએ BCCI અને ફેન્સની કેમ માંગી માફી? ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવા મુદ્દે જવાબ થયો વાઇરલ

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
મોહમ્મદ શમીએ BCCI અને ફેન્સની કેમ માંગી માફી? ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવા મુદ્દે જવાબ થયો વાઇરલ 1 - image

Mohammed Shami Apologized To BCCI And Fans : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલમાં પહોંચવાની ભારતીય ટીમની આશાને આંચકો લાગ્યો છે. તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની 3 મેચોની ટેસ્ટ સીરિઝની સતત બીજી મેચ ભારત હારી ગયું છે. હવે ભારતીય ટીમની છેલ્લી આશા આ વર્ષના અંતમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી છે. આગમી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરવું પડશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભરતીય ટીમની જાહેરાત થઇ ચૂકી છે. જેમાં ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્થાન અપાયું નથી. ત્યારે હવે ટીમની જાહેરાત બાદ પહેલી વખત શમીની પ્રતિક્રિયા સામે આવી છે.  

હું ચાહકો અને BCCIને માફી માંગવા માંગુ છું

મોહમ્મદ શમીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે જીમમાં ખૂબ પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું કે, 'હું મારી બોલિંગ ફિટનેસમાં દિવસેને દિવસે સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ચાહકો અને BCCIને માફી માંગવા માંગુ છું. પરંતુ હું વચન આપું છું કે, હું સખત મહેનત કરી રહ્યો છું અને ટૂંક સમયમાં જ રેડ બોલ ક્રિકેટમાં પરત ફરીશ.'

આ પણ વાંચો : IND vs NZ: પરાજય બાદ રોહિત-વિરાટ માટે આવ્યો ખાસ સંદેશ, કરવું પડશે આ કામ

અગાઉ શમીએ ઈજાને કારણે સર્જરી કરાવી હતી

મોહમ્મદ શમી પગની ઈજાના કારણે વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈજા એટલી ગંભીર હતી કે તેણે સર્જરી કરાવવી પડી હતી. અને પછી તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ખાતે રિહેબ પર હતો. કારણ કે BCCIનું લક્ષ્ય તેને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ફિટ બનાવવાનું હતું.

તેના વિશે એવા અહેવાલો સામે આવ્યા હતા કે, જ્યારે તે રિહેબિલિટેશન હેઠળ હતો ત્યારે તેના ઘૂંટણમાં ફરી એકવાર સોજો આવી ગયો હતો. આ સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને BCCIએ તેને ટીમમાં પસંદ કર્યો નથી. જો કે, BCCIએ તેની ફિટનેસ અંગે કોઈ માહિતી આપી નથી.

મોહમ્મદ શમીએ BCCI અને ફેન્સની કેમ માંગી માફી? ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થવા મુદ્દે જવાબ થયો વાઇરલ 2 - image


Google NewsGoogle News