Get The App

હાર્દિક પંડ્યાએ કશું ખોટું નથી કર્યું, મળવી જોઈએ કેપ્ટનશીપ: પૂર્વ સ્ટાર ખેલાડીએ કર્યું સમર્થન

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Mohammad Kaif said that Hardik has not done anything wrong that he should not get the captaincy
File Photo

Mohammad Kaif Statement on Hardik Captaincy: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમનું સુકાન હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને સોપાયું છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ક્રિકેટ ચાહકો આશ્ચર્યમાં મૂકી ગયા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે હાર્દિક પંડ્યાના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે હાર્દિકની જગ્યાએ યુવા બેટર શુભમન ગિલને T20 અને વનડેનો નવો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય ઘણાં સવાલો ઉભા કરે છે, કારણ કે T20 વર્લ્ડકપ 2024ની જીતમાં હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન હતો.

મોહમ્મદ કેફે શું કહ્યું?

કેફે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હાર્દિકને T20 ટીમની કેપ્ટનશિપના તેના અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને તેને સમર્થન આપવું જોઈએ. કૈફે કહ્યું, હાર્દિકે 2 વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી રહ્યો છે અને તેના નેતૃત્વમાં ટીમે પહેલા વર્ષમાં જ ટ્રોફી જીતી હતી. હાર્દિક પાસે T20 ટીમની કેપ્ટનશિપનો અનુભવ છે. તે T20 વર્લ્ડ કપમાં પણ વાઇસ કેપ્ટન હતો.

આ પણ વાંચો: 'ગંભીરે પોતાની સાથે થયો હતો એવો જ અન્યાય હાર્દિકને કર્યો' જૂનો VIDEO વાયરલ થતાં ભડક્યા ફેન્સ

હાર્દિકે કઈ ખોટું કર્યું નથી

હાર્દિકની કેપ્ટનશિપ વિશે વાત કરતા કૈફે ગંભીરનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે કહ્યું કે, હવે ટીમનો નવો કોચ આવી ગયો છે. હવે નવી યોજના ઘડાશે. સૂર્યા પણ સારો ખેલાડી છે, તે વર્ષોથી રમી રહ્યો છે. તે નંબર વન T20 ખેલાડી છે, મને આશા છે કે તે કેપ્ટનની જવાબદારી સારી રીતે નિભાવશે. પરંતુ મને લાગે છે કે તેણે હાર્દિકનું સમર્થન જોઈતું હતું. કૈફે વધુમાં કહ્યું, ગંભીર એક અનુભવી કેપ્ટન અને કોચ છે, તે ક્રિકેટને સારી રીતે સમજે છે. મને લાગે છે કે, હાર્દિકે એવું કંઈ ખોટું કર્યું નથી કે તેને કેપ્ટનશિપ ન મળે.

મુંબઈ ઈન્ડીયન્સનો કેપ્ટન છે હાર્દિક

હાર્દિકે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો. અને હવે તે મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સિવાય તેણે ત્રણ વનડે અને 16 T20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. કૈફે કહ્યું કે, હાર્દિક પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તેણે આઈપીએલમાં કેપ્ટનશિપ કરી છે અને નવી ટીમ (ગુજરાત ટાઇટન્સ) અને નવા અને યુવા ચહેરાઓ સાથે ટ્રોફી જીતવી તે મોટી વાત છે. તેણે ગ્રાઉન્ડ ઝીરોથી કામ કરીને ટાઇટન્સને આઈપીએલમાં વિજય અપાવ્યો છે. મને લાગે છે કે તે કેપ્ટનશિપને લાયક હતો.


Google NewsGoogle News