'મોગેમ્બો લગ રહા હૈ, ક્યા ભાઈ સહી મેં...' BCCIએ શેર કર્યો VIDEO, સરફરાઝ થયો વાઈરલ
IND Vs AUS : 6 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ એડિલેડ પહોંચી ગઈ છે. જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.
ભાઈ તું મોગેમ્બો લગ રહા હૈ!
વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ ટોપી ખરીદવા માટે એક દુકાનમાં ગયા હતા. જ્યાં વોશિંગ્ટન સુંદરને ટોપી પહેરેલી જોઈને સરફરાઝ ખાન તેને કહે છે કે, 'ભાઈ તું મોગેમ્બો લગ રહા હૈ.' સામે સુંદરે જવાબ આપતા કહ્યું કે, 'ક્યા ભાઈ સહી મેં.'અહીં તમને જણાવી દઈએ કે સન 1987માં આવેલી ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'માં અમરીશ પુરીના પાત્રનું નામ 'મોગેમ્બો' હતું. આ ફિલ્મમાં તેમણે એક વિલનની ભૂમિકા ભજવી હતી.
Banter check ✅
— BCCI (@BCCI) December 3, 2024
Hat check ✅
Travel day ✅#TeamIndia have arrived in Adelaide 👌 👌#AUSvIND pic.twitter.com/hRDUfOTcpf
આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે નિર્ણય ફરી અધ્ધરતાલ, BCCIએ ઠુકરાવી પાકિસ્તાનની માંગ
ખેલાડીઓએ શોપિંગ કરતા ખુબ મસ્તી કરી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ વિડીયોમાં શોપિંગ કરતી વખતે ખુબ મસ્તી કરતા જોવા મળ્યા હતા. જો કે એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમને પ્લેયિંગ ઈલેવનમાં કયા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા તે અંગેન નિર્ણય અઘરો રહેશે. કારણ કે રોહિત શર્મા આ ટેસ્ટ મેચ માટે પરત ફર્યો છે. અને શુભમન ગિલ હવે ફિટ થઇ ગયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની તારીખો
22-25 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ (ભારત 295 રનથી જીત્યું)
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિક્કલ.