સ્ટાર ઓલરાઉન્ડરે અવગણના થતાં જ કરી નિવૃત્તિની જાહેરાત, ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
સ્ટાર ઓલરાઉન્ડરે અવગણના થતાં જ કરી નિવૃત્તિની જાહેરાત, ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે 1 - image


T20 Match England Vs Australia: ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરિઝ માટે ટીમ જાહેર કરી છે. આ ટીમમાં દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીને સ્થાન આપવામાં ન આવતાં તેણે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આશરે એક દાયકા સુધી તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સક્રિય રહ્યો હતો. અંતિમ મેચ ટી20 વર્લ્ડ કપ 2024માં રમી હતી. 

એક ઈન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું હતું કે, "હું 37 વર્ષનો છું અને આ મહિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની સીરિઝ માટે મારી પસંદગી થઈ નથી. હું ઈંગ્લેન્ડ માટે ઘણુ રમ્યો છું. હવે આગામી પેઢીને તક આપવા માગે છે. જેના વિશે મને જણાવવામાં આવ્યું અને મને લાગે છે કે, આ યોગ્ય સમય છે કે, હું કામનો હવે અંત લાવું."

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મને ગર્વ છે. જ્યારે તમે પ્રથમ વખત ઈંગ્લેન્ડ માટે રમો છો, તો તમને ખબર નથી હોતી કે, તમે કેટલી મેચ રમી રહ્યા છો. આથી મારા માટે 300 મેચ રમવી અદ્ભૂત છે. થોડા વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ ટીમમાં રહ્યો, જ્યારે મને પ્રથમ વખત મોર્ગનમાં વનડે ટીમની કમાન મળી ત્યારે અનેક તકો મળી, પરંતુ ટેસ્ટ ક્રિકેટ જ વાસ્તવિક ક્રિકેટ હતી, જ્યાં ઓછી તકો મળી.

ક્રિકેટ કરિયરમાં 6678 રન ફટકાર્યા 

2014માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર મોઈન અલીએ આશરે એક દાયકામાં એક ઓલરાઉન્ડર તરીકે 68 ટેસ્ટ, 138 વનડે અને 92 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઈંગ્લેન્ડ માટે 6678 રન બનાવ્યા છે. જેમાં આઠ સદી અને 28 અર્ધસદી સામેલ છે. જ્યારે 366 વિકેટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકાર્યા હતા. અંતિમ આંતરાષ્ટ્રીય મેચ ગુયાનામાં ટી20 વર્લ્ડ કપમાં ભારત વિરૂદ્ધ સેમીફાઈનલમાં મેચ રમી હતી. જેમાં ઈંગ્લેન્ડે હારનો સામનો કર્યો હતો.

મોઈન અલી પસંદગી ન થતાં નારાજ

મોઈન અલીએ રિટાયરમેન્ટ લેતાં કહ્યું કે, ‘લોકો ભૂલી જાય છે કે, તમારી મેચનો શું પ્રભાવ પડે છે, બની શકે કે, તે લોકો માટે 20થી 30 રન જ રહ્યા હોય, પરંતુ તે 20થી 30 રન હતા, તે મહત્ત્વપૂર્ણ હતું. મારા માટે આ લાગુ પડનારુ હતું. મને ખબર છે કે, મેદાનમાં અને મેદાનની બહાર ટીમ માટે હું શુ કરી શકુ છું. જ્યાં સુધી મને લાગતુ હતું કે, મારો દેખાવ સારો હોય કે ખરાબ, લોકોને મારી રમત જોઈને મજા આવી રહી છે, અને હું તેનાથી ખુશ હતો.’  મોઈન અલીના આ નિવેદનથી તેની પસંદગી ન કરવામાં આવતાં તે નારાજ હોય તેવું લાગી રહ્યું છે.


સ્ટાર ઓલરાઉન્ડરે અવગણના થતાં જ કરી નિવૃત્તિની જાહેરાત, ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે 2 - image


Google NewsGoogle News