IND vs AUS: સિડની ટેસ્ટમાં નહીં રમે મિચેલ સ્ટાર્ક? ઑસ્ટ્રેલિયાના કોચે આપ્યા સંકેત
Image: Facebook
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ખાસ કરીને પાંચમા દિવસે મિચેલ સ્ટાર્ક વારંવાર પોતાની કમર પકડતો નજર આવી રહ્યો હતો. સ્ટાર્કના ઈજાગ્રસ્ત થવાની શક્યતાના કારણે તેના સિડની ટેસ્ટમાં રમવા પર શંકા છે. ઓસ્ટ્રેલિયન ટીમના કોચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે સ્ટાર્કના સિડની ટેસ્ટમાં રમવા પર મોટી હિંટ આપી હતી પરંતુ અત્યાર સુધી કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. એક રિપોર્ટ અનુસાર સ્ટાર્ક સીરિઝની અંતિમ ટેસ્ટ રમશે કે નહીં. તેનો નિર્ણય ગુરુવાર પહેલા લેવામાં આવશે નહીં.
ભારત વર્સેસ ઓસ્ટ્રેલિયા પાંચમી ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કના રમવા પર નિર્ણય ગુરુવાર પહેલા આવશે નહીં કે પછી સિડની ટેસ્ટની સવારે જ સ્ટાર્કના રમવા પર બધું જ સ્પષ્ટ થઈ જશે. હવે સિડની ટેસ્ટ જ નક્કી કરશે કે શું ટીમ ઈન્ડિયા છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ના હારવાના સિલસિલાને જારી રાખી શકશે કે આ વખતે ઓસ્ટ્રેલિયા બાજી મારશે. સીરિઝમાં ઓસ્ટ્રેલિયા હજુ 2-1 થી આગળ ચાલી રહ્યું છે.
જો મિચેલ સ્ટાર્ક સિડની ટેસ્ટ રમવા સુધી ફિટ નહીં થઈ શકતો તો બ્યૂ વેબ્સ્ટર, શોન એબટ સિવાય જ્યે રિચર્ડસનને તેના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ શકાય છે. જોશ હેઝલવુડ ફિટ થશે તો સીરિઝની અંતિમ મેચમાં તેની વાપસી થઈ શકે છે.
મિચેલ સ્ટાર્ક વર્તમાન ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ પૈકીનો એક છે. તેણે આ સીરિઝમાં 4 મેચ રમીને અત્યાર સુધી 15 વિકેટ લીધી છે. આમાં જસપ્રીત બુમરાહ, પેટ કમિન્સ અને મોહમ્મદ સિરાજ તેનાથી આગળ છે. સ્ટાર્ક બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં અત્યાર સુધી 59 વિકેટ લઈ ચૂક્યો છે પરંતુ મેલબોર્ન ટેસ્ટમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો.