World Cup 2023 : સ્ટાર્કે તોડ્યો અકરમનો રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર

ઓસ્ટ્રેલિયાએ તેની પાંચમી મેચમાં નેધરલેન્ડ્સને 309 રનથી હરાવ્યું હતું

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : સ્ટાર્કે તોડ્યો અકરમનો રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર 1 - image
Image:File Photo

World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023માં તેની પાંચમી મેચમાં નેધરલેન્ડ્સને 309 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે આ જીત સાથે ઘણાં રેકોર્ડ તોડ્યા હતા. ટીમની સાથે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે પણ ગઈકાલે રમાયેલી મેચ(Mitchell Starc Break Record Of Wasim Akram)માં એક રેકોર્ડ તોડ્યો હતો.

સ્ટાર્કે વસીમ અકરમને પાછળ છોડી દીધો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની લીસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. સ્ટાર્કે નેધરલેન્ડ્સ સામે એક વિકેટ ઝડપી હતી. આ એક વિકેટ સાથે જ તેણે શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાની બરાબરી કરી લીધી છે. મલિંગા ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની લીસ્ટમાં ત્રીજા સ્થાને છે. હવે સ્ટાર્ક પણ આ લીસ્ટમાં ત્રીજા નંબરે આવી ગયો છે.

ODI World Cupમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ

ગ્લેન મેકગ્રા - 39 મેચ, 71 વિકેટ

મુથૈયા મુરલીધરન - 40 મેચ, 68 વિકેટ

મિચેલ સ્ટાર્ક - 23 મેચ, 56 વિકેટ

લસિથ મલિંગા - 29 મેચ, 56 વિકેટ

વસીમ અકરમ - 38 મેચ, 55 વિકેટ

World Cup 2023 : સ્ટાર્કે તોડ્યો અકરમનો રેકોર્ડ, વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો ત્રીજો બોલર 2 - image


Google NewsGoogle News