Get The App

મિલર ફરી T20 વર્લ્ડ કપ જેવી ઘટનાનો શિકાર થયો, આ વખતે સૂર્યા નહીં પણ ગુજરાતી ખેલાડીએ કર્યો અદભૂત કેચ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
મિલર ફરી T20 વર્લ્ડ કપ જેવી ઘટનાનો શિકાર થયો, આ વખતે સૂર્યા નહીં પણ ગુજરાતી ખેલાડીએ કર્યો અદભૂત કેચ 1 - image


Image: Facebook

India vs South Africa: સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની સાથે ફરીથી તે ઘટના ઘટી ગઈ, જે ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઈનલમાં ઘટી હતી. તે સમયે પણ ડેવિડ મિલરની સામે ભારતીય ટીમ હતી અને ટીમનો બોલર હાર્દિક પંડ્યા હતો અને આ વખતે સેન્ચુરિયનમાં ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં પણ તેની સામે ભારતીય ટીમ હતી અને ટીમનો બોલર હાર્દિક પંડ્યા હતો. પરિણામ પણ એવું જ રહ્યું. ડેવિડ મિલર અહીં પણ બાઉન્ડ્રી લાઈન પર કેચ આઉટ થયો, જેવી રીતે તે ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં થયો હતો. જોકે, આ વખતે જે બાઉન્ડ્રી લાઈન પર ચમત્કાર થયો, તે સૂર્યકુમાર યાદવે નહીં પરંતુ અક્ષર પટેલે કર્યો.

ડેવિડ મિલર ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર સિક્સર ફટકારવાના ચક્કરમાં બાઉન્ડ્રી લાઈન પર આઉટ થઈ ગયો. આવું જ તેની સાથે બીજી ટી20 મેચમાં થયું, જ્યારે તે હાર્દિક પંડ્યા વિરુદ્ધ સિક્સર ફટકારવા માટે ગયો અને બાઉન્ડ્રી પર કેચ આઉટ થઈ ગયો. ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ડેવિડ મિલરનો કેચ સૂર્યાએ પકડ્યો હતો અને આ વખતે અક્ષર પટેલે પોતાના એથલેટિક્સ સ્કિલ્સને બતાવી અને હવામાં છલાંગ લગાવીને સિક્સર માટે જતો કેચ પક્યો. 

આ પણ વાંચો: IND vs SA મેચમાં પહેલી જ ઓવરમાં રમત અટકી, ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ દોડ્યા, શું હતો મામલો?

લગભગ આ અંદાજમાં ડેવિડ મિલર ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં આઉટ થયો હતો. તે પણ બોલ લગભગ સિક્સર માટે જઈ રહ્યો હતો. સૂર્યાએ બોલને ગ્રાઉન્ડમાં પકડ્યો, હવામાં ઉછાળ્યો અને પછી મેદાનની બહાર ગયાના તાત્કાલિક બાદ અંદર આવ્યો અને કેચને કમ્પલીટ કર્યો. જોકે, અક્ષર પટેલે આવું કંઈ કર્યું નહીં પરંતુ કેચ ખરેખરમાં અક્ષર પટેલનો શાનદાર હતો કેમ કે હવામાં છલાંગ મારવી અને તે સમયે બોલ પર પહોંચવું બહુ મોટી વાત હતી અને પછી પોતાના શરીરને કંટ્રોલમાં રાખવું પણ એક સારા એથલીટની નિશાની હોય છે. આ અક્ષરે કર્યું અને ભારતને મહત્વની વિકેટ અપાવી.


Google NewsGoogle News