પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, બોર્ડે પૈસા ન આપવા પડે તેથી 3 વિદેશી કોચનું રાજીનામું લેવાયું

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણેય સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને સ્વેચ્છાએ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું

કરાર મુજબ જો પીસીબીએ તેને બરતરફ કર્યો હોત, તો તેણે છ મહિનાનો પગાર ચૂકવવો પડતો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, બોર્ડે પૈસા ન આપવા પડે તેથી 3 વિદેશી કોચનું રાજીનામું લેવાયું 1 - image
Image Twitter 

તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આજકાલ ફરી ચર્ચામાં છે. આઈસીસી વનડે વર્લ્ડ કપ પછી ટીમમાં આવેલા મોટા ફેરફારના કારણે વિદેશી કોચ નાખુશ હતા. સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીસીબીએ કેપ્ટન પસંદગી સમિતિને બરખાસ્ત કરી દીધી છે અને કેપ્ટન સાથે ટીમ ડાયરેક્ટરમાં પણ ફેરફાર કર્યો છે.  આ દરેક સમાચારોની વચ્ચે હવે બોર્ડે આ બાબતનો પણ નિર્ણય કરી લીધો છે કે, ત્રણેય વિદેશી કોચે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. 

બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે

ભારતમાં રમાયેલ વર્લ્ડકપમાં કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપી દીધું છે. બાબર આઝમે પોતે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. બાબરની કેપ્ટનશીપ હેઠળ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે હાલ ભારે ટીકાનો સામનો કરી રહ્યા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે, તે ટીમમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, બાબરની કેપ્ટનશીપમાં જ પાકિસ્તાન આ વખતે ભારતની યજમાની વાળા વર્લ્ડ કપમાં ઉતરી હતી.

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એ વાતની પુષ્ટી કરી છે કે વિદેશી કોચ મિકી આર્થર, ગ્રાન્ટ બ્રેડબર્ન અને એડ્રયૂ પુટિકા નેશનલ ટીમ અને બોર્ડ સાથે પોત પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. ભારતમાં 50 ઓવરોના વર્લ્ડ કપ પછી તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેમને નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવાબદારી સોપવામાં આવી હતી. 

કરાર મુજબ જો પીસીબીએ તેને બરતરફ કર્યો હોત, તો તેણે છ મહિનાનો પગાર ચૂકવવો પડતો

મોર્કેલે વર્લ્ડ કપ બાદ તરત જ રાજીનામું આપી દીધું હતું. બોર્ડના એક વિશ્વસનીય સૂત્રના જણાવ્યા પ્રમાણે,  ત્રણેય સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને સ્વેચ્છાએ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. કરાર મુજબ જો પીસીબીએ તેને બરતરફ કર્યો હોત, તો તેણે છ મહિનાનો પગાર ચૂકવવો પડતો. સૂત્રોએ કહ્યું કે, પીસીબીને ત્રણેય સાથેની વાતચીત સફળ રહી હતી અને તેમણે જાન્યુઆરીના અંત સુધીમાં રાજીનામું આપવા માટે સંમતિ આપી હતી.


Google NewsGoogle News