ભારતે જોખમ લીધું, દાવ ઊંધો પડી શકે: T-20 વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે આપી ચેતવણી
Image Twitter |
Michael Clarke, India Have Taken A Risk: T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમ પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માઈકલ ક્લાર્કે મોટુ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, આગામી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમે મોટું જોખમ ઉઠાવ્યું છે. ક્લાર્કના મતે બ્લુ ટીમની સ્પિનરો પર વધુ પડતી નિર્ભરતા તેમના પર પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.
ભારતીય ટીમે આગામી ટુર્નામેન્ટ માટે પોતાની મુખ્ય ટીમમાં 4 સ્પિનરોની પસંદગી કરી છે. જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સિવાય બે મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો પણ તેમા સમાવેશ કરવામાં આવ્યો છે.
આટલું જ નહીં ક્લાર્કનું માનવું છે કે, T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયા સામે ભારત સૌથી મોટો ખતરા સમાન છે. મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા બંને ટીમો ICCની બે મોટી ઈવેન્ટમાં સામસામે આવી ચુકી છે. આ દરમિયાન બંને વાર ઓસ્ટ્રેલિયન ટીમ ભારત સામે મેદાન મારવામાં સફળ રહી છે.
ટી-20 વર્લ્ડ કપ જીતવા ભારત માટે સૌથી મોટો ખતરો
વધુ વાતચીત દરમિયાન ક્લાર્કે કહ્યું કે, 'મારા મતે ભારતે જે ટીમ પસંદ કરી છે. જેમાં એવુ કહી શકાય કે, તેમણે અહીં જોખમ ઉઠાવ્યું છે. તેમના દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમ ઓસ્ટ્રેલિયાથી બિલકુલ અલગ છે. તે મોટાભાગે સ્પિનરો પર નિર્ભર છે.' તેમજ 'વેસ્ટ ઈન્ડિઝમાં મેં જે પરિસ્થિતિઓમાં ભાગ લીધો છે. તેમા મને લાગે છે કે, તમે સ્પિનરોને કેવી રીતે રમો છો, તેના પર નિર્ભર છે. આ તમારી સફળતા પર આધાર રાખે છે. ટી-20 વર્લ્ડ કપ જીતવા બાબતે ભારત માટે સૌથી મોટો ખતરો જોવા મળી રહ્યો છે.
આમ છતાં પણ જો ક્લાર્કે T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતને ફેવરિટ ટીમ ગણાવી છે. તેમના મતે, 'જો તમે T20 વર્લ્ડ કપ માટે પસંદગીની ટીમો પર નજર કરવામાં આવે તો તે માત્ર ભારત જ છે. કારણ કે તેમણે હાલમાં ઘણી ક્રિકેટ રમ્યા છે, અને તેની તૈયારી શાનદાર દેખાઈ રહી છે.