IPL 2024 : સતત બે હાર બાદ કેપ્ટન્સી પર સવાલો ઊઠતાં હાર્દિકની આજે 'રોયલ્સ' સામે અગ્નિપરીક્ષા

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
IPL 2024 : સતત બે હાર બાદ કેપ્ટન્સી પર સવાલો ઊઠતાં હાર્દિકની આજે 'રોયલ્સ' સામે અગ્નિપરીક્ષા 1 - image


RR vs MI : IPL 2024ની 14મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ વર્તમાન સિઝનમાં પ્રથમ વખત ઘરઆંગણે રમશે. MI વર્તમાન સિઝનમાં તેની પ્રથમ જીતની શોધમાં છે. પ્રથમ મેચમાં મુંબઈને ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે MIને 31 રનથી હરાવ્યું હતું. સતત બે હાર બાદ હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આજે હાર્દિકની રાજસ્થાન રોયલ્સ સામે અગ્નિપરીક્ષા થવાની છે.

જીતની હેટ્રિક લગાવવા પર RRની નજર

બીજી તરફ સંજુ સેમસનન નેતૃત્વ હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ જીતની હેટ્રિક ફટકારવા મેદાનમાં ઉતરશે. RRએ લખનઉ સુપર જાયન્ટ્સને 20 રને અને દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. RRનો અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આજની મેચમાં ખાસ બેવડી સદી ફટકારશે. અશ્વિન તેની 200મી IPL મેચ રમવા મેદાનમાં ઉતરશે. 

હેડ ટુ હેડ

મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સના હેડ ટુ હેડની વાત કરીએ તો બંને ટીમો કુલ 28 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આ દરમિયાન મુંબઈએ 15 મેચ અને રાજસ્થાને 12 મેચ જીતી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી.

બંને ટીમના સંભવિત પ્લેઇંગ-11

મુંબઈ ઈન્ડિયન્સ

હાર્દિક પંડ્યા (C), રોહિત શર્મા, ઈશાન કિશન (wkt), નમન ધીર, તિલક વર્મા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ, ક્વેના મફાકા

રાજસ્થાન રોયલ્સ

સંજુ સેમસન (C/wkt), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

IPL 2024 : સતત બે હાર બાદ કેપ્ટન્સી પર સવાલો ઊઠતાં હાર્દિકની આજે 'રોયલ્સ' સામે અગ્નિપરીક્ષા 2 - image


Google NewsGoogle News