Get The App

RCB સામેની મેચ પહેલા MIનો સ્ટાર ખેલાડી વિષ્ણુ વિનોદ થયો બહાર, ભાવનગરના ખેલાડીની થઈ એન્ટ્રી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
RCB સામેની મેચ પહેલા MIનો સ્ટાર ખેલાડી વિષ્ણુ વિનોદ થયો બહાર, ભાવનગરના ખેલાડીની થઈ એન્ટ્રી 1 - image


Vishnu Vinod Ruled Out: મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદ ઈજાના કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયા છે. વિષ્ણુએ આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ નથી રમી. પરંતુ હવે ઈજાના કારણે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. મુંબઈએ તેમની જગ્યાએ ગુજરાતના ભાવનગરના સ્ટાર બેટ્સમેન હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યો છે. હાર્વિક ભારતની અંડર 19 ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. હાર્વિક છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રનો મહત્વનો ખેલાડી રહ્યો છે અને તે તેની આક્રમક બેટીંગ માટે જાણીતો છે. તે 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ થયો હતો. શુભમન ગિલ, શિવમ માવી પણ આ ટીમના સભ્યો હતા. તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે વિજયી ફટકો માર્યો હતો.

ઈજાના કારણે વિષ્ણુ વિનોદ થયો બહાર

વિકેટકીપર બેટ્સમેન વિષ્ણુ વિનોદના હાથમાં ઈજા પહોંચી છે. જેના કારણે તે મુંબઈ ઈન્ડિયન્સ માટે હવે આ સીઝનમાં નહીં રમી શકે. તેમણે ગત સીઝનમાં પણ માત્ર ત્રણ મેચ રમવાનો મોકો મળ્યો હતો. આ દરમિયાન 37 રન બનાવ્યા હતા. વિષ્ણુએ 2017માં પણ ત્રણ મેચ રમી હતી. આ સિવાય તેઓ અત્યાર સુધી આઈપીએલમાં હજુ સુધી નથી રમતા જોવા મળ્યા.

વિષ્ણુ વિનોદે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મ કર્યું છે. તેમણે 28 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન 1040 રન બનાવ્યા છે. તેમણે આ ફોર્મેટમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેઓ લિસ્ટ Aની 53 મેચમાં 1773 રન બનાવી ચૂક્યા છે. વિષ્ણીએ લિસ્ટ Aમાં 6 સદી અને 4 અડધી સદી ફટકારી છે. તેઓ 61 T20 મેચોમાં 1591 રન બનાવી ચૂક્યા છે. મુંબઈએ વિષ્ણુ વિનોદની જગ્યાએ હાર્વિક દેસાઈને ટીમમાં સામેલ કર્યા છે. હાર્વિક ભારતની અંડર 19 વર્લ્ડ કપ ફાઈનલ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ 2018માં દમદાર પરફોર્મન્સ કરનારા પ્લેયર્સની યાદીમાં સામેલ રહ્યા છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં હાર્વિકે શાનદાર દેખાવ કર્યો હતો 

ભાવનગરના ક્રિકેટ ખેલાડી હાર્વિક દેસાઈની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં પસંદગી છે. હાર્વિક સારો ક્રિકેટર છે પરંતુ કોઈ કારણોસર તેનો આઈપીએલમાં સમાવેશ થતો ન હતો. તાજેતરમાં તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તેમજ રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો હતો, જેના પગલે તેની આઈપીએલમાં પસંદગી થઈ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપમાં હાર્વિક ભારતની ટીમમાંથી રમ્યો હતો. 

ભાવનગરનો ચોથો ખેલાડી આઈપીએલમાં રમશે 

ભાવનગર શહેરનો ચોથો ખેલાડી હવે આઈપીએલમાં રમશે. અગાઉ ભાવનગરના ત્રણ ખેલાડી આઈપીએલમાં રમી ચુકયા છે, જેમાં ચેતન સાકરીયા, શેલ્ડન જેક્સન અને ચીરાગ જાનીનો સમાવેશ થાય છે. ભાવનગરનો ક્રિકેટ ખેલાડી શેલ્ડન જેક્સન કલકત્તાની ટીમમાંથી અગાઉ બે વખત આઈપીએલ રમી ચુકયો છે. ચિરાગ જાની આશરે ૬ વર્ષ પૂર્વે આઈપીએલ રમી ચુકયો છે. હાલ ચેતન સાકરીયા આઈપીએલમાં છે ત્યારે ભાવનગરના વધુ એક ખેલાડી હાર્વિક દેસાઈની આઈપીએલમાં પસંદગી થતા ભાવનગરવાસીઓનો ઉત્સાહ બેવડાયો છે.

જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ આ સીઝનમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચ જીતી છે. તેમણે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમાં નંબરે છે.


Google NewsGoogle News