VIDEO: ધોનીની ટીમ સામે તોફાની સદી ફટકારવાં છતાં 'હીટમેન' એ ઉજવણી ન કરી, નિરાશ દેખાયો
MI vs CSK Rohit Sharma Century: IPL 2024ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટર રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 105 રનની ઈનિંગ રમી હતી. રોહિત શર્માની આ સદી પર સમગ્ર વાનખેડે સ્ટેડિયમમાં તાળીઓનો ગડગડાટ થયો હતો. રોહિતે IPLમાં 12 વર્ષ બાદ સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ ટીમની જીત થઈ ન હતી. આથી રોહિતના ચેહરા પર ઉદાસી જોવા મળી હતી. મેચમાં પ્રથમ બેટિંગ દરમિયાન CSK એ 206 રન બનાવ્યા હતા. જયારે MI 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી.
સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ રોહિત ઉદાસ
IPLના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું કે સદી ફટકારવા છતાં પણ ટીમ હારી ગઈ. રોહિતે પોતાની ઇનિંગમાં 63 બોલમાં 105 રન બનાવ્યા હતા, જેમાં તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા.
પાથિરાના નાની ઉંમરમાં ચાર વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી બન્યો
CSK સામેની મેચમાં જ્યારે મુંબઈની ટીમ 207 રનના ટાર્ગેટનો પૂરો કરવા માટે મેદાન પર આવી ત્યારે રોહિત શર્માએ ઈશાન કિશન જોરદાર શરૂઆત કરી હતી. પરંતુ ઇશાનની આઉટ થતા જ મુંબઈની ટીમ નબળી પડી ગઈ હતી.
તેમજ CSKના ફાસ્ટ બોલર મથિસા પાથિરાના સામે મુંબઈ ટીમની હાલ ખૂબ જ ખરવ થઇ હતી. જેમાં તેણે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ પાથિરાના CSK માટે IPLમાં ચાર વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી પણ બન્યો હતો.
17મી સિઝનમાં મુંબઈની આ ચોથી હાર
17મી સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનસીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને આ ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ત્રણ મેચમાં હાર બાદ મુંબઈએ દિલ્હી અને આરસીબી સામે જીત મેળવીને જોરદાર વાપસી કરી હતી, પરંતુ આ મેચમાં ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો.