રોહિતની 500મી સિક્સ, ધોનીના 5 હજાર રન... MI vs CSK મેચમાં બન્યા 5 મોટા રેકૉર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 અલ ક્લાસિકોમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 રને રોમાંચક જીત મેળવી છે. મેચમાં સીએસકેની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને નિર્ધારિત 20 ઓવરમાં 206 રન બનાવ્યા હતા. CSK માટે છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીનું શાનદાર તોફાની પરફોર્મન્સ જોવા મળ્યુ હતુ. મુંબઈ જ્યારે બેટિંગ કરવા ઉતર્યું ત્યારે રોહિત શર્માએ પણ તોફાની ઈનિંગ રમી હતી.
મેચનુ પરિણામ ગમે તે આવ્યુ હોય પરંતૂ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રોહિત શર્માએ પણ પોતાની સદીમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે રોહિત શર્માએ T20 ક્રિકેટમાં 500 સિક્સર પણ પૂરી કરી લીધી. રોહિત આ આંકડાને સ્પર્શનાર વિશ્વનો પાંચમો અને ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ મામલે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ 1056 છગ્ગા સાથે પ્રથમ સ્થાને છે.
રોહિત શર્મા 12 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી હતી, પરંતુ તેની સાથે એક એવો રેકોર્ડ પણ તેના નામે નોંધાયો હતો જેને તે ક્યારેય યાદ રાખવા માંગતો નથી. રોહિત શર્મા IPL ઈતિહાસનો પહેલો બેટ્સમેન બની ગયો છે જે અણનમ સદી રમીને પણ પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી.
મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ સામેની મેચમાં માત્ર 4 બોલમાં 20 રનની ઇનિંગ રમી હતી. આ સાથે ધોનીએ આ લીગમાં CSK તરફથી રમતા 5 હજાર રન પણ પૂરા કર્યા. જે સાતથે તેણે પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવી દીધો. ધોની CSK માટે આમ કરનાર બીજો ખેલાડી બન્યો છે.
મુંબઈ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની માત્ર ચાર બોલમાં બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. ધોનીએ હાર્દિક પંડ્યા સામે સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ સાથે ધોનીએ આઈપીએલમાં 20મી ઓવરમાં 64 સિક્સર ફટકારવાની સિદ્ધિ મેળવી છે.
મહેન્દ્ર સિંહ ધોની ભલે IPLની 17મી સીઝનમાં CSKની કેપ્ટનશીપ ન કરી રહ્યો હોય, પરંતુ તેણે પોતાના નેતૃત્વમાં ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. આ સિવાય ધોની IPLમાં CSKનો પહેલો ખેલાડી છે જે ફ્રેન્ચાઈઝી માટે 250 મેચમાં રમ્યો છે.