CSKના 17 વર્ષના આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઈ સ્ટેડિયમમાં જ રડી પડ્યો ભાઈ, જુઓ વીડિયો
Mumbai Indians vs Chennai Super Kings : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ભલે મુંબઈએ આ મેચ 9 વિકેટથી જીતી લીધી. પરંતુ CSK તરફથી 17 વર્ષીય આયુષ મ્હાત્રેનું ડેબ્યૂ ચર્ચાનો વિષય રહ્યું. આયુષ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. આ મેચમાં આયુષે 15 બોલમાં 32 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં CSKનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ખેલાડી
17 વર્ષ 278 દિવસ - આયુષ મ્હાત્રે vs MI, વાનખેડે, 2025*
18 વર્ષ 139 દિવસ - અભિનવ મુકુંદ vs RR, ચેન્નઈ, 2008
19 વર્ષ 123 દિવસ - અંકિત રાજપૂત vs MI, ચેન્નઈ, 2013
19 વર્ષ 148 દિવસ - મથિશા પાથિરાના vs GT, વાનખેડે, 2022
20 વર્ષ 79 દિવસ - નૂર અહેમદ vs MI, ચેન્નાઈ, 2025
આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ જોઈ સ્ટેડિયમમાં જ રડી પડ્યો ભાઈ
આયુષ મ્હાત્રે જ્યારે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેનો પિતરાઈ ભાઈ સ્ટેડિયમમાં તેના છગ્ગા અને ચોગ્ગા જોઈને ભાવુક થઈ ગયો હતો. તે ખુશીથી નાચી રહ્યો હતો અને તેની આંખોમાં આંસુ હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના આધારે 16મી ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો અને મેચ 9 વિકેટથી જીતી લીધી. રોહિત શર્માએ 45 બોલમાં 76 રનની અણનમ ઈનિંગ રમી, જેમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ છે. સૂર્યાએ પણ 30 બોલમાં 68 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. સૂર્યાએ 5 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. જેના કારણે મુંબઈએ ચેન્નાઈના 177 રનના ટાર્ગેટ 16મી ઓવરમાં જ સરળતાથી ચેઝ કરી લીધો.
આ પણ વાંચો: IPL: રોહિત અને સૂર્યાની જબરદસ્ત ઈનિંગ, મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, અશ્વિની કુમાર.
ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: શેખ રશીદ, રચિન રવિન્દ્ર, આયુષ મ્હાત્રે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, વિજય શંકર, જેમી ઓવર્ટન, એમએસ ધોની, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.