'...એટલે આખી સિઝન ભોગવવું પડ્યું', છેલ્લી મેચમાં શરમજનક પ્રદર્શન પર હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું

Updated: May 18th, 2024


Google NewsGoogle News
'...એટલે આખી સિઝન ભોગવવું પડ્યું', છેલ્લી મેચમાં શરમજનક પ્રદર્શન પર હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું 1 - image
Image Twitter 

IPL 2024: મુંબઈ ઈન્ડિયન ( MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે 14 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં IPLની મેચ રમાઈ હતી. આ મેચમાં LSGએ 18 રનથી જીત મેળવી હતી. નિકોલસ પુરને માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 75 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. જ્યારે કેએલ રાહુલે 41 બોલમાં 55 રન બનાવ્યા હતા. લખનૌએ છેલ્લી 10 ઓવરમાં 145 રન બનાવ્યા હતા.

શરમજનક પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું

LSGએ પહેલા બોલિંગ લીધી હતી, જેમાં તેમણે 214/6નો સ્કોર બનાવ્યો હતો, જ્યારે તેના જવાબમાં મુંબઈની ટીમે 196/6 રન જ બનાવી શકી હતી. ત્યારે હાર પછી મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ જોવા મળ્યો હતો. શરમજનક પ્રદર્શન પર હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું હતું. 

તેનું નુકસાન આખી સિઝનમાં ભોગવવું પડ્યું

મેચ પછી હાર્દિકે કહ્યું કે, અમે ક્વોલિટી ક્રિકેટ નથી રમ્યા અને તેનું નુકસાન આખી સિઝનમાં ભોગવવું પડ્યું. વધુમાં તેણે કહ્યું કે, આ પ્રોફેશનલ વર્લ્ડ છે. પરંતુ શું ખોટુ થયું તેના પર બોલવું તે ઉતાવળ હશે. હાર્દિકની આ આઈપીએલ (IPL) સિઝનમાં કેપ્ટન તરીકે તો ખરાબ રહ્યો જ છે, કારણ કે તેની ટીમ ટુર્નામેન્ટમાં પાછળ રહી હતી. 

પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રુપિયાનો દંડ ફટકારાયો

જો કે, હાર્દિક પંડ્યાનું વ્યક્તિગત પર્ફોરમન્સ પણ બરોબર રહ્યું નથી, તેણે આઈપીએલ સિઝનની કુલ 14 મેચમાં માત્ર 216 રન 18ની એવરેજ અને 143.05ના સ્ટ્રાઈક રેટ બનાવ્યો હતો. હાર્દિક બોલિંગમાં પણ કાઈ  ખાસ પ્રર્દશન કરી શક્યો નથી. તેણે 11 વિકેટ જરુર લીધી, પરંતુ તેનો ઈકોનોમી રેટ 10.75 રહ્યો હતો. તો આ આઈપીએલમાં ત્રીજીવાર સ્લો ઓવર રેટ તરીકે બોલિંગ કરવાના કારણે પંડ્યા પર આગામી મેચમાં રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનમાં બાકી MI સભ્યો પર વ્યક્તિગત રીતે 12 લાખ રુપિયા અથવા તેના સંબંધિત મેચની ફીના 50 ટકા જે ઓછુ હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે. 


Google NewsGoogle News