મેસી મેજિકનો પાવર : આર્જેન્ટીના ફરી કોપા અમેરિકામાં ચેમ્પિયન
આર્જેન્ટીનાના સુપરસ્ટાર ફૂટબોલર લિઓનેલ મેસીનું મેજિક હજુ પણ બરકરાર જોવા મળ્યું હતુ અને તેણે આર્જેન્ટીનાની ટીમને ફરી વખત કોપા અમેરિકામાં ચેમ્પિયન બનાવી હતી. વિશ્વના સર્વકાલીન મહાન ફૂટબોલ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા મેસીએ પાંચ કોપા અમેરિકા રમવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત તેણે કલબ અને દેશ તરફથી કારકિર્દીમાં કુલ મળીને ૮૫૦થી વધુ ગોલ ફટકારવાનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. ઈન્ટર માયામી કલબને સપોર્ટર્સ શિલ્ડમાં વિજેતા બનાવનારા મેસીને અમેરિકાની મેજર લીગ સોકર ચેમ્પિયનશિપનો સૌથી કિંમતી ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. મેસીએ કારકિર્દીમાં ઓવરઓલ જીતેલી ટ્રોફીની સંખ્યા ૪૬ પર પહોંચી ગઈ છે.