કૅપ્ટન રોહિતે કહ્યું હતું કે વિકેટ પડે તેની ચિંતા ના કરતાં: ટેસ્ટ મેચમાં T-20 જેવી બેટિંગ પર બોલ્યો K L રાહુલ
India vs Bangladesh : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સીરિઝની બીજી ટેસ્ટ મેચ તેના અંતિમ દિવસ પર પહોંચી ગઈ છે. પાંચમા દિવસની રમત શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયાના સિનિયર બેટર કે એલ રાહુલે કહ્યું, કે મેચના ચોથા દિવસે કૅપ્ટન રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાને શું મેસેજ આપ્યો હતો. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બે મેચોની સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, જ્યારે બીજા અને ત્રીજા દિવસની મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. એ પછી માત્ર બે દિવસની રમત બાકી હતી. બાંગ્લાદેશે પહેલા દિવસે ગેમ પૂરી થાય ત્યા સુધીમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા. ચોથા દિવસે ભારતે પહેલા બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન પર ઇનિંગ્સ ડિક્લેર જાહેર કરી હતી. ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશની બે વિકેટ ઝડપી લીધી હતી અને પાંચમા દિવસે સવારના સેશનમાં જ બીજી ઇનિંગમાં પણ ઓલઆઉટ કરી દીધું હતું. ભારતને છેલ્લી ઇનિંગમાં 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ભારતે 3 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો.
કે એલ રાહુલે બ્રોડકસ્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'મેસેજ બિલકુલ સ્પષ્ટ હતો, અમે હવામાનને કારણે ઘણો સમય ગુમાવી ચૂક્યા હતા, પરંતુ અમે ઇચ્છતા હતા કે બાકી રહેલા સમયમાં શું કરી શકાય. અમે થોડી વિકેટો વહેલા ગુમાવી દીધી હતી, પરંતુ કૅપ્ટન રોહિત શર્માનો મેસેજ ખૂબ જ સ્પષ્ટ હતો કે, અમને આઉટ થવાથી કોઈ ફરક પડતો નથી, તેથી અમે એવું કરવાનો પ્રયાસ કર્યો.
આ પણ વાંચો : મંદિર હોય કે દરગાહ... દબાણ હટાવવા જ પડશે, લોકોની સુરક્ષા સર્વોપરી: સુપ્રીમ કોર્ટ