Get The App

World Cup 2023 Final : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ, મેચ પૂર્વે જ સોશ્યલ મીડિયામાં ક્રિકેટના મીમ્સ થયા વાયરલ

ઓસ્ટ્રેલિયાએ ભારતને ODI World Cup 2003માં 125 રનથી હરાવ્યું હતું

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
World Cup 2023 Final : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ, મેચ પૂર્વે જ સોશ્યલ મીડિયામાં ક્રિકેટના મીમ્સ થયા વાયરલ 1 - image
Image:IANS

World Cup 2023 Final IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યાથી શરુ થશે. સમગ્ર દેશમાં આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ લીગ સ્ટેજની તમામ 10 મેચ જીતીને ફાઈનલ સુધી પહોંચી છે જયારે ઓસ્ટ્રેલિયા 8 મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. ક્રિકેટ ફેન્સ તે સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જયારે ભારતીય ટીમ વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવશે. 

સોશ્યલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર

ઘણાં લોકોએ 2003 અને 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલ વચ્ચે અસાધારણ સમાનતા દર્શાવી છે. ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2003માં તેનું ત્રીજું ટાઈટલ જીત્યું હતું અને ભારત આજે તેની ત્રીજી વર્લ્ડકપ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ક્રિકેટ ફેન્સ આજે રમાનાર ફાઈનલ મેચની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચને લઈને મીમ્સનું પૂર આવી ગયુ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ ઓસ્ટ્રેલિયા સામે ODI World Cup 2003નો બદલો લેવા પહેલા અલગ-અલગ પ્રકાર(Memes Viral On Social Media Ahead Of India vs Australia)ના મીમ્સ શેર કરી રહ્યા છે. 

World Cup 2023 Final : આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ, મેચ પૂર્વે જ સોશ્યલ મીડિયામાં ક્રિકેટના મીમ્સ થયા વાયરલ 2 - image


Google NewsGoogle News