ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર... IPL-2025 માટે ઓક્શનની તારીખ જાહેર, જાણો ક્યાં અને ક્યારે યોજાશે
The Mega Auction For IPL 2025 : આગામી IPL 2025 માટે મેગા ઓકશનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેગા ઓકશનનું આયોજન 24 અને 25 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. મેગા ઓકશનની ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના ખાતે યોજાશે. અને હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
મેગા ઓકશન જેદ્દાહમાં યોજાશે
તમામ 10 ફ્રેન્ચાઇઝીએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ત્યારબાદ બધાં મેગા ઓક્શનની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. ઓક્શનાની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેગા ઓક્શન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાઈ શકે છે. પરંતુ આઈપીએલ ઓથોરિટીએ જણાવ્યું છે કે મેગા ઓકશન જેદ્દાહમાં યોજાશે.
10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા
અહીં તમને જણાવી દઈએ કે આ વર્ષનું મેગા ઓકશન ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ જેવા ભારતના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. 10 ફ્રેન્ચાઇઝીસ પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા છે. જેનો કુલ ખર્ચ રૂ. 558.5 કરોડ છે.
10 ફ્રેન્ચાઇઝીએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી
• ગુજરાત ટાઇટન્સ
- શુભમન ગિલ (16.5 કરોડ)
- રાશિદ ખાન (18 કરોડ)
- સાઈ સુદર્શન (8.5 કરોડ)
- શાહરૂખ ખાન (4 કરોડ)
- રાહુલ તેવટિયા (4 કરોડ)
• લખનૌ સુપર જાયન્ટ્સ
- નિકોલસ પૂરન (21 કરોડ)
- મયંક યાદવ (11 કરોડ)
- રવિ બિશ્નોઈ (11 કરોડ)
- આયુષ બદોની (4 કરોડ)
- મોહસીન ખાન (4 કરોડ)
• મુંબઈ ઈન્ડિયન્સ
- હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
- સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)
- રોહિત શર્મા (16.30 કરોડ)
- જસપ્રીત બુમરાહ (18 કરોડ)
- તિલક વર્મા (8 કરોડ)
• ચેન્નાઈ સુપર કિંગ્સ
- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
- મથીશા પાથિરાના (13 કરોડ)
- શિવમ દુબે (12 કરોડ)
- રવીન્દ્ર જાડેજા (18 કરોડ)
- મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)
• સનરાઇઝર્સ હૈદરાબાદ
- પેટ કમિન્સ (18 કરોડ)
- હેનરિક ક્લાસેન (23 કરોડ)
- અભિષેક શર્મા (14 કરોડ)
- ટ્રેવિસ હેડ (14 કરોડ)
- નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- વિરાટ કોહલી (21 કરોડ)
- રજત પાટીદાર (11 કરોડ)
- યશ દયાલ (5 કરોડ)
• દિલ્હી કેપિટલ્સ
- અક્ષર પટેલ (16.50 કરોડ)
- કુલદીપ યાદવ (13.25 કરોડ)
- ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
- અભિષેક પોરેલ (4 કરોડ)
• કોલકાતા નાઈટ રાઈડર્સ
- સુનીલ નારાયણ (12 કરોડ)
- રિંકુ સિંહ (13 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- વરુણ ચક્રવર્તી (12 કરોડ)
- હર્ષિત રાણા (4 કરોડ)
- રમનદીપ સિંહ (4 કરોડ)