IPLમાં 'લખનઉ એક્સપ્રેસ'ની વાપસી, 156 કિ.મી.ની ઝડપે બોલ ફેંકી ભલભલા બેટરનો પરસેવો છોડાવ્યો હતો
Image Twitter |
Lucknow Express- Mayank Yadav : 'લખનૌ એક્સપ્રેસ' મયંક યાદવની IPLમાં વાપસી થવાની છે. લખનૌ સુપર જાયન્ટસની ટીમે તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ટીમ સાથે જોડાયેલો જોવા મળી રહ્યો છે.
છેલ્લી IPLની સીઝનમાં 156.7 કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી
હકીકતમાં મયંક યાદવને કમરમાં ઈજા થવાની કારણે કેટલાક સમય માટે ટીમમાંથી બહાર હતો, પરંતુ હવે મયંક યાદવની વાપસી બાદ લખનૌ ટીમ મજબૂત થશે. મયંકે છેલ્લી આઈપીએલ સીઝનમાં 156.7 કિલોમીટરની ઝડપે બોલિંગ કરીને ચર્ચામાં રહ્યો હતો.
પહેલી બે મેચોમાં બે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મેળવ્યો
મયંકે ગયા વર્ષે આઈપીએલમાં ડેબ્યુ પછી તેની પહેલી બે મેચોમાં બે 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ મેળવ્યો હતો. IPL મેગા ઓક્શન પહેલા મયંકને લખનૌએ 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.
મયંકને બોલિંગની સ્પીડના કારણે મોટી રકમ મળી હતી
જો કે, 2024ની પહેલી સીઝન પહેલા એક અનકેપ્ડ બોલર તરીકે 20 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. મયંકને આટલી મોટી કિંમત તેના બોલિંગની સ્પીડના કારણે મળી હતી. મયંકની આઈપીએલ 2024માં માત્ર 4 મેચો સુધીની સફર રહી હતી. આ દરમિયાન મયંકને ઈજા થઈ હતી.
મયંક ટીમમાં આવે છે, તો કોણ બહાર થશે એ સવાલ
મયંક યાદવનો હવે રાજસ્થાન રોયલ્સની સામે આગામી 19 એપ્રિલમાં રમતો જોવા મળશે, જે મેચ જયપુરમાં રમાવાની છે. મયંક યાદવની વાપસીથી ઋષભ પંતની કેપ્ટનશીપવાળી લખનૌ ટીમને નવી તાકાત મળશે. ત્યારે હવે જોવાનું એ રહે કે, મયંક ટીમમાં આવે છે, તો કોણ બહાર થશે એ સવાલ થઈ રહ્યો છે.